________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩00 ]
| [ પ્રવચન રત્નાકર ભાગ-૭ પ્રશ્ન- શું તે મુનિદશા છે?
સમાધાનઃ- ના, સમકિતની દશા છે. મુનિદશા તો સ્વરૂપમાં વિશેષ-વિશેષ રમણતા-સ્થિરતારૂપ છે. સમ્યગ્દષ્ટિને સ્વરૂપમાં વિશેષ રમણતા થતાં પ્રચુર આનંદનું વેદન થાય છે ત્યારે મુનિદશા આવે છે. મુનિપણું આવતાં અતીન્દ્રિય આનંદની મસ્તીની ભરતી આવે છે. ભાઈ ! આ નગ્નપણું કે મહાવ્રતાદિ પાળવાં એ કાંઈ મુનિપણું નથી; એ તો રાગ છે, દોષ છે. પણ અરે! એણે શરણયોગ્ય નિજ આત્મસ્વભાવનું –અખંડ એક જ્ઞાયકભાવનું -શરણ કદીક પણ લીધું હોય તો ને? (તો આ સમજાય ને?)
કહે છે-જ્ઞાની સાક્ષાત્ વિજ્ઞાનઘન આત્માને અનુભવે છે. કેવો થઈને? સર્વત્ર નિરાલંબ થઈને. અહાહા..! ભગવાન આત્મા અખંડ એક વિજ્ઞાનઘનસ્વરૂપ છે. અર્થાત્ અન્ય ચીજથી રહિત એકલો જ્ઞાનનો ગાંગડો-જ્ઞાનનો પુંજ-ચિદાનંદઘન પ્રભુ આત્મા છે. અને તેને જ્ઞાની સાક્ષાત્ અનુભવે છે. જુઓ આ ધર્મી જીવ! વ્રત પાળે છે ને ઉપવાસાદિ કરે છે માટે ધર્મી છે એમ નહિ. અહા ! જે એક જ્ઞાયકભાવને સાક્ષાત્ અનુભવે છે તે ધર્મી છે. કોઈને વાત આકરી લાગે પણ ભાઈ ! વ્રતાદિના વિકલ્પ તો આસ્રવતત્ત્વ છે અને એથી ભિન્ન શુદ્ધ જ્ઞાયકતત્ત્વ ભગવાન આત્મા છે. શુદ્ધ જ્ઞાયકતત્ત્વના અવલંબને તેનો સાક્ષાત્ અનુભવ થવો તે ધર્મ છે. અહા ! ધર્મી જીવ સર્વત્ર નિરાલંબ થઈને અખંડ એક વિજ્ઞાનઘનસ્વભાવી આત્માને સાક્ષાત્ અનુભવે છે.
* ગાથા ૨૧૪: ભાવાર્થ ઉપરનું પ્રવચન * “પુણ, પાપ, અશન, પાન વગેરે સર્વ અન્યભાવોનો જ્ઞાનીને પરિગ્રહ નથી કારણ કે સર્વ પરભાવોને હેય જાણે ત્યારે તેની પ્રાપ્તિની ઇચ્છા થતી નથી.'
શું કીધું? કે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ પુણ્યભાવ છે; ને હિંસા, જૂઠ, ચોરી, વિષયવાસના ને કામ-ક્રોધાદિ પાપભાવ છે. જ્ઞાનીને એ સર્વ પુણ્ય-પાપના ભાવોનો, તથા આહાર-પાણીના ભાવનો ઇત્યાદિ સર્વ અન્યભાવોનો પરિગ્રહુ નથી. અહાહા...! શું શૈલી છે! એક ગાથામાં તો પૂર્ણ સ્વરૂપ કહ્યું છે! સર્વ અન્યભાવોનો – પદ્રવ્યના ભાવોનો જ્ઞાનીને પરિગ્રહ નથી. અહા ! તે ભાવો મારા છે એમ જ્ઞાનીને પકડ નથી. જ્ઞાની તો તેમને પોતાનાથી ભિન્ન-પૃથક તરીકે જાણે છે અને તેઓ હેય છે એમ માને છે. જોયું? સર્વ પરભાવોને તે હેય માને છે. અહા ! દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિના ભાવને પણ તે હેય તરીકે જાણે અને માને છે.
પ્રશ્ન- દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિના ભાવને સાધન કેમ કહેતા નથી?
ઉત્તર- ભાઈ ! જે ય છે તેને સાધન કેમ કહેવું? ત્રણ કાળમાં તે સાધન નથી. અહીં કહ્યું છે ને કે-( જ્ઞાની) “સર્વ પરભાવોને ય જાણે ત્યારે તેની પ્રાપ્તિની ઇચ્છા થતી નથી.' અહાહા.. જેણે શુદ્ધ ચૈતન્યમય એક આત્માનો અનુભવ કર્યો તે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com