________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૦૮ ]
[ ૨૪૩ મુનિવ્રત ધાર અનંત બાર ગ્રીવક ઉપજાય;
પૈ નિજ આતમજ્ઞાન બિના, સુખ લેશ ન પાય.” અહા ! આત્મજ્ઞાન શું ચીજ છે તે અજ્ઞાનીને ખબર નથી. ભાઈ ! આત્મજ્ઞાન વિના પંચમહાવ્રતના પરિણામથી લેશ પણ સુખ ન થયું અર્થાત દુ:ખ જ થયું. ભાઈ ! પંચમહાવ્રત પણ દુઃખ છે એમ કહેવું છે.
તો શું પંચમહાવ્રતની ક્રિયા તે ચારિત્ર નથી?
ભાઈ ! પંચમહાવ્રતાદિ ક્રિયાને ઉપચારથી ચારિત્ર કહેલ છે. તે ઉપચાર પણ જેને નિશ્ચય ચારિત્ર પ્રગટયું છે તેવા સમકિતીની ક્રિયાને લાગુ પડે છે. બાકી જેને પોતાની વસ્તુની ખબર જ નથી એ તો મિથ્યાદષ્ટિ છે. મિથ્યાદષ્ટિની ક્રિયાને તો ઉપચાર પણ સંભવિત નથી. મારગ બાપુ! ભગવાનનો સાવ જુદો છે. અહીં તો આ કહે છે કે-રાગ જ મારો હોય તો હું જરૂર અજીવ થઈ જાઉં. એ જ વિશેષ કહે છે કે
“એ રીતે અવશે (લાચારીથી) પણ મને અજીવપણું આવી પડે.” અહાહા...! જ્ઞાની આમ માને છે કે ‘વિઘ્રપોઝÉ'–ખરેખર હું જ્ઞાનઘન-ચિઘન ચિટૂપસ્વરૂપ એવું પરમાત્મદ્રવ્ય છું. હું મારું સ્વ અને તેનો હું સ્વામી છે. પણ કમજોરીથી પર્યાયમાં જે આ રાગ થયો છે તેને જો હું મારો માનું તો હું તેનો સ્વામી થાઉં અને તો મને અવશે -લાચારીથી પણ અજીવપણું આવી પડે. જોયું ? દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ ધર્મીને હોય છે પણ તેને તે પોતાનો માનતો નથી, તેનો સ્વામી થતો નથી. અહીં કહે છે-તેનો જો હું સ્વામી થાઉં તો મને અવશે પણ અવશ્ય અજીવપણું આવી પડે. લ્યો, હવે આવી વાત છે જ્યાં ત્યાં આ લક્ષ્મી મારી ને કુટુંબ મારું ને દેશ મારો અને હું એનો સ્વામી એ વાત કયાં રહી? પર મારાં છે એમ માનનાર તો મૂઢ મિથ્યાદષ્ટિ અનંત સંસારી છે.
હવે કહે છે-“મારું તો એક જ્ઞાયક ભાવ જ જે “સ્વ” છે, તેનો જ હું સ્વામી છું.'
અહાહાહા...! ધર્મી જીવ પોતાના એક જ્ઞાયક ભાવને જ પોતાનો માને છે. ભગવાન આત્મા ચૈતન્યજ્યોતિ સ્વરૂપ સદા જ્ઞાયકસ્વભાવી પ્રભુ અંદર જ્ઞાનના નૂરના પૂરથી ભરપુર પડ્યો છે. બસ તે જ મારું સ્વ છે અને હું તેનો સ્વામી છું એમ ધર્મી જીવ માને છે. અહો ! અલૌકિક ગાથા ને અલૌકિક ટીકા !
પણ આ બધાનું-જર-ઝવેરાતનું શું કરવું? ક્યાં નાખવાં? શું બહાર નાખી દેવાં?
ભાઈ ! એ પરને કોણ નાખે ને કોણ રાખે? અહીં કહે છે-એ બધાં મારાં છે એવી મિથ્યા માન્યતાને કાઢી નાખ. મારાં માન્યાં હતાં પણ તેઓ મારાં છે નહિ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com