________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૪૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ છે કે સમકિતીને પૂર્વ કર્મનો ઉદય (અનંતાનુબંધીનો) રાગ કરાવવા સમર્થ નથી તથા તેને ઉદયમાં જોડાતાં જરી અલ્પ રાગ થાય છે તે ખરી જાય છે. તથા થોડાં નવાં કર્મ તેને જે બંધાય છે તે પણ ખરી જવા માટે છે કેમકે તેને કર્મનું સ્વામીપણું નથી. કર્મનો તે ધણી થતો નથી માટે તે આગામી બંધરૂપ નથી પણ નિર્જરારૂપ જ છે.
અહા ! ધર્મી કર્મનો સ્વામી થતો નથી અને તેથી તેને તે (કર્મ) છૂટી જાય છે અથવા છૂટયા બરાબર જ છે. એટલે શું? એ જ દૃષ્ટાંત કહીને સમજાવે છે
જેવી રીતે-કોઇ પુરુષ પરાયું દ્રવ્ય ઉધાર લાવે તેમાં તેને મમત્વબુદ્ધિ નથી, વર્તમાનમાં તે દ્રવ્યથી કાંઇ કાર્ય કરી લેવું હોય તે કરીને કરાર પ્રમાણે નિયત સમયે ધણીને આપી દે છે; નિયત સમય આવતાં સુધી તે દ્રવ્ય પોતાના ઘરમાં પડયું રહે તોપણ તે પ્રત્યે મમત્વ નહિ હોવાથી તે પુરુષને તે દ્રવ્યનું બંધન નથી, ધણીને દઇ દીધા બરાબર જ છે; તેવી જ રીતે-જ્ઞાની કર્મદ્રવ્યને પરાયું જાણતો હોવાથી તેને તે પ્રત્યે મમત્વ નથી માટે તે મોજૂદ હોવા છતાં નિર્જરી ગયા સમાન જ છે એમ જાણવું.'
જુઓ કોઇ ગરીબ-સાધારણ માણસ હોય ને ઘરે દીકરાનું લગ્ન આવ્યું હોય તો તે કોઈ શેઠિયા પાસેથી પ્રસંગ પૂરતો પહેરવા માટે દાગીનો નથી લાવતો? લાવે છે, બે ચાર દિવસ માટે દાગીના પહેરવા ઉછીનો કરીને લાવે છે. પણ શું તે દાગીનો પોતાનો છે એમ પોતાની મૂડીમાં ખતવે છે? ના, નથી ખતવતો કેમકે તેમાં તેને મમત્વબુદ્ધિ-મારાપણાની બુદ્ધિ નથી. તેમ ધર્મીને જે કાંઇ કર્મ-રાગ આવે છે તેને “તે મારો છે” –એમ પોતાના સ્વરૂપમાં ખતવતો નથી; ધર્મી તે કર્મ-રાગનો સ્વામી થતો નથી.
વળી નિયત સમય સુધી-કામ પતે ત્યાં સુધી તે દાગીના ઘરમાં રહે તોપણ તે પ્રત્યે મારાપણાનો ભાવ નહિ હોવાથી તે દાગીના ઘરમાં પડ્યો પડ્યો પણ પાછો દઇ દીધા બરાબર જ છે. તેવી રીતે ધર્મીને કર્મ-રાગ પ્રત્યે મારાપણાનો ભાવ નહિ હોવાથી, તે તેને પરાયી ચીજ જાણતો હોવાથી, તેને કિંચિત્ કર્મ મોજૂદ હોવા છતાં નિર્જરી ગયા સમાન જ છે–એમ કહે છે. અહા ! ધર્મીને શુદ્ધ ચૈતન્યની પ્રભુતામાં પોતાપણું પ્રગટ ભાસ્યું છે ને કર્મ-રાગમાં મારાપણું છે નહિ તેથી અલ્પ રાગને કર્મ મોજદ હોય તોપણ તે નિર્જરારૂપ જ છે. અહો! જયચંદજીએ કેવી સરસ વાત કરી છે! કહે છે-જ્ઞાનીને થોડું કર્મ-રાગ આવે તોપણ તે પરાઇ ચીજ છે ને સંઘરવા યોગ્ય નથી-એમ પોતે તેનો સ્વામી નહિ થતો હોવાથી તે પડ્યું પડ્યું પણ નિર્જરી ગયા સમાન જ છે. લ્યો, આવી વાતુ!
હવે જેને નિ:શંકિત આદિ નિશ્ચય આઠ ગુણ પ્રગટયા છે તેને બહારમાં વ્યવહાર આઠ ગુણ હોય છે તેની વાત કરે છે. પરંતુ ત્યાં જેને સમ્યગ્દર્શન નથી અર્થાત્ નિઃશંકિત આદિ નિશ્ચય આઠ ગુણ નથી તેને આ વ્યવહાર આઠ ગુણો પણ કહેવામાં આવતા નથી,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com