________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૩૬ ]
[ ૫૫૧
અહા! શું કરવા પરણ્યા ‘તા? અમને નિભાવવા પડશે-એમ સ્ત્રી-પરિવાર આદિ લૂંટે છે. વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય; વ્યવહાર કરવો જોઇએ-એમ જગતના વ્યવહારિયા તને લૂંટે છે. અહા! જુઓ આ લૂંટારા! અને પાછો વાંક અનંત નાખે હોં; બહાનાં અનંત કાઢે.
અહા! ‘વિરલા કો ઉગવંત રે' –અહા! કોઇ વિરલ એમાંથી નીકળી જાય છે. મારગ બહુ વિરલ છે ભાઈ ! અહા ! સર્પિણી બચ્ચાંને જન્મ આપી તેમને કુંડાળું કરી ઘેરી લે છે ને એક એક કરી બધાને ખાઇ જાય છે. તેમાંથી કોઇક બહાર નીકળી જાય તે બચી
જાય છે. તેમ આ જગતના ફંદમાં ઘેરાયેલા જીવો અરેરે! બિચારા લૂંટાઇ રહ્યા છે! કોઇ ભાગ્યવંત વિરલ પુરુષ તેમાંથી નીકળી જાય છે.
અહા ! જીવ એકલો આવ્યો, એકલો રહે છે અને એકલો જાય છે. તે એકલો જ છે; તેને જગતથી શું સંબંધ છે?
પણ તે એમ માને તો ને?
અહા ! માનનાર મૂર્ખાઇપણે ગમે તે માને. પણ તેથી વસ્તુ એમ થોડી થઇ જાય છે? શ્રી નિયમસારમાં (ગાથા ૧૦૧માં ) આવે છે ને કે
66
જીવ એકલો જ મરે, સ્વયં જીવ એકલો જન્મે અરે ! જીવ એકનું નીપજે મરણ, જીવ એકલો સિદ્ધિ લડે. ”
આ શરીરના રજકણો ભાઈ! અહીં પડયા રહેશે; અને આ મકાન મહેલ પણ બધા પડયા રહેશે. બાપુ! એમાંની કોઇ ચીજ તારા સ્વરૂપમાં નથી. જીવ તો પ્રભુ! જીવમાં છે, પણ આ શરીર, મકાન, સ્ત્રી આદિ ક્યાં જીવમાં છે? તેઓ તો બધા ભિન્ન જ છે. તો તું તેમના મોહપાશમાંથી નીકળી જા. હવે લૂંટાવાનું રહેવા દે પ્રભુ!
અહા ! અજ્ઞાનીઓ પરને પોતાના માને છે, પણ અહા! પોતે એકલો આવ્યો, એક્લો દુ:ખ ભોગવે ને પોતાના એકત્વને પામીને મોક્ષમાં પણ એકલો આનંદ ભોગવે છે; તેને કોઇ ૫૨ સાથે સંબંધ છે જ નહિ, જુઓને આ સિદ્ધ ભગવાન! અહાહા...! સમીપમાં ( એકક્ષેત્રાવગાહમાં અનંત સિદ્ધો છે તોપણ તે પોતાનો આનંદ એકલા ભોગવે છે, બીજાના આનંદને ભોગવે નહિ ને પોતાનો આનંદ બીજાને આપે નહિ. અહીં! આવું વસ્તુનું જ એકત્વ-વિભક્તપણું છે. સમજાણું કાંઇ... ?
અહા! આ સંસાર તો નાટક છે બાપા! ન ટકે એવું છે માટે આ બધું નાટક છે. આ શરીર, મન, વાણી-બધું ન ટકે એવું નાટક છે. ત્રિકાળ ટકે એવો તો પોતે અવિનાશી ભગવાન આત્મા છે. બાકી તો બધાં રખડવા માટેનાં નાટક છે, ધૂળધાણી છે.
અહા ! અજ્ઞાનીને વિષય-કષાયના ને પૈસા ને આબરૂનાં રસનાં ઝેર ચઢી ગયાં છે, તે વડે તે બેહોશ-પાગલ થઇ ગયો છે. ધર્મી તો ‘સ્વયમ્ અતિસામ્' –પોતે પોતાથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com