________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૫૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ આનંદરસમાં મસ્ત થયો છે. અહા ! નરકનો નારકી હોય તેને બહાર સંયોગ જુઓ તો ઠંડી અને ગરમીનો પાર ન મળે, છતાં ધર્મી જીવ ત્યાં પોતે પોતાથી આનંદરસમાંનિજાનંદરસમાં મસ્ત થયો છે. ગજબ વાત છે ભાઈ !
પ્રશ્ન:- તો શું આ સમકિતી છે એમ જાણવામાં આવે ?
ઉત્તર- જાણવામાં શું ન આવે? જાણવામાં ન આવે એવી ચીજ ક્યાં છે જગતમાં? અને જાણનાર શું ન જાણે? અહા ! જ્ઞાનનો સ્વભાવ જ જાણવાનો છે તે શું ના જાણે ?
તો બીજો પણ જાણી શકે?
એ જ કહ્યું ને કે જેને જ્ઞાનસ્વભાવ અંદર પ્રગટયો છે તે શું ન જાણે? અહા! સિદ્ધાંતમાં-ધવલમાં એ વાત લીધી છે. ત્યાં અવગ્રહ, ઇહા, અવાય ને ધારણાની ચર્ચા કરી છે ત્યાં વાત લીધી છે કે-આ જીવ ભવિ છે કે અભવિ? –અહા! એમ જ્યારે જ્ઞાની વિચાર કરે છે ત્યારે જ્ઞાનમાં એને એમ ભાસે છે કે-આને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે; માટે તે ભવિ જ છે, –આવો ધવલમાં પાઠ છે. બીજે ઠેકાણે અવગ્રહની વાતમાં આ કાઠિયાવાડી છે કે ક્યાંના છે? –એમ બહારની વાત લીધી છે, પરંતુ આમાં (ધવલમાં) તો અંદરની વાત લીધી છે. અરે ભગવાન! તારું જ્ઞાન શું ન જાણે પ્રભુ? “ન જાણે” –એ જ્ઞાનમાં હોતું જ નથી; જ્ઞાન સ્વને જાણે, પરને જાણે, ભગવાનનેય જાણે ને બધાયને જાણે એવું એનું સામર્થ્ય જ છે.
પ્રશ્ન- પણ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ ન થયાં હોય તેને? (ભવિ છે એમ જાણે કે નહિ?).
ઉત્તર:- એ તો કહ્યું ને? કે પ્રગટ થયાં હોય તેને જાણે છે કે આને પ્રગટ થયાં છે માટે ભવિ છે. બાકી જેને નથી તેનો પ્રશ્ન જ ક્યાં છે? કેમકે સમ્યગ્દર્શનાદિ પ્રગટયાં છે માટે આ ભવિ છે એમ જ્ઞાનમાં નિર્ણય થાય છે. બાકી જેને પ્રગટયાં નથી એ (ભવિ) છે કે નહિ એ પ્રશ્ન જ અહીં નથી. આ તો ભવિ જીવની લાયકાત –સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર-પ્રગટ થઈ ગઈ છે તો તેનો જ્ઞાનીને ખ્યાલ આવી જાય છે એની વાત છે. આને સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટયાં છે એવો અંદરમાં નિશ્ચય થઇ જાય છે; માત્ર બહારમાં વ્યવહારથી નહિ, પણ અંદર નિશ્ચયથી નિર્ણય થાય છે. આવી વાત છે. અહા ! જગત આખું બહારમાં વિષય-કષાયમાં ને રાગમાં ઠગાઇ ગયું છે! આવે છે ને કે
સહજાનંદી રે આતમા, સૂતો કંઇ નિશ્ચિત રે, મોહતણા રે રણિયા ભમે, જાગ જાગ મતિવંત રે; લૂંટે જગતના જંત રે, નાખી વાંક અનંત રે....”
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com