________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ સમાધાન - ભાઈ આ સમ્યફ એકાન્ત છે. એનો અર્થ જ એ છે કે જ્ઞાનસન્મુખની એકાગ્રતાથી-જ્ઞાનના પરિણમનથી મોક્ષ થાય છે પણ બીજી કોઈ રીતે થતો નથી. વ્યવહાર કરતાં કરતાં-રાગ કરતાં કરતાં વીતરાગતાસ્વરૂપ મોક્ષ કેમ થાય? (કદીય ન થાય). જ્ઞાનના પરિણમનમાં જ્ઞાનની પ્રતીતિ, જ્ઞાનનું જ્ઞાન અને જ્ઞાનમાં રમણતા-એમ ત્રણે આવી ગયાં. રાગની ક્રિયા તો એનાથી ભિન્ન રહી ગઈ. સમજાણું કાંઈ....?
વ્યવહાર-રાગ મોક્ષનું કારણ નથી એમ નિષેધ કર્યો ત્યાં એમ નથી કે વ્યવહાર છે જ નહિ, હોતો જ નથી. વ્યવહાર કર્તા નથી અર્થાત્ વ્યવહારથી નિશ્ચય પ્રગટે છે એમ નથી. છતાં સમ્યગ્દષ્ટિને જ્યાં સુધી પૂર્ણ વીતરાગતા ન થાય ત્યાં સુધી વ્યવહાર હોય છે, આવે છે; પણ તે મોક્ષનું કારણ નથી. ( ઉપચાર કરીને કહેવામાં આવે એ જુદી વાત છે ). આ વાત વ્યવહારના પક્ષવાળાને આકરી પડે છે, ખટકે છે. તેને એમ થાય છે કે વ્રતતપનું આચરણ બધું ક્યાં ગયું? એનો જ અહીં ખુલાસો કરે છે
કે “અન્ય કોઈ ક્રિયાકાંડથી તેની (મોક્ષની) પ્રાપ્તિ થતી નથી.” જુઓ, આ અસ્તિ-નાસ્તિ કર્યું; આ અનેકાન્ત કર્યું કે “તે જ્ઞાનથી જ મળે છે, અન્ય કોઈ ક્રિયાકાંડથી તેની પ્રાપ્તિ થતી નથી.' અજ્ઞાની અનેકાન્ત એમ કરવા માગે છે કે-નિશ્ચયથી પણ મુક્તિ થાય છે અને વ્યવહારથી પણ મુક્તિ થાય છે. પણ ભાઈ ! આવું અનેકાન્ત નથી; આ તો ફુદડીવાદ છે.
અનેકાન્ત તો એ છે કે-વસ્તુ જે ચિદાનંદઘનસ્વભાવ છે તેની એકાગ્રતા તે જ મોક્ષનું કારણ છે પણ અન્ય ક્રિયાકાંડ મોક્ષનું કારણ નથી. વ્રત, તપ, ભગવાનની ભક્તિ, જાત્રા ઇત્યાદિ ક્રિયાકાંડથી કોઈ દિ' નિર્જરા થતી નથી અર્થાત્ મોક્ષ થતો નથી. આવી ચોખ્ખી વાત છે.
[ પ્રવચન નં. ર૭૮ થી ૨૮૦ * દિનાંક ૩૧-૧૨-૭૬ થી ૨-૧-૭૭]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com