________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૩૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭
હવે વિશેષ કહે છે કે જેના ભયથી ત્રણ લોકના જીવો કંપી ઉઠે છે-ખળભળી જાય છે અને પોતાનો માર્ગ છોડી દે છે એવો વજ્રપાત થવા છતાં સમ્યગ્દષ્ટિ જીવ પોતાના સ્વરૂપને જ્ઞાનશીરવાળું માનતો થકો જ્ઞાનથી ચલાયમાન થતો નથી.
શું કહ્યું ? કે જ્ઞાનીને તો એવો દૃઢ વિશ્વાસ ને નિર્ણય થયો છે કે-હું તો જાણગસ્વભાવનો પિંડ પ્રભુ આત્મા છું. ત્રિકાળી ધ્રુવ એવું જ્ઞાન તે મારું શરીર છે. આ શાતા ને અશાતાના ઉદયથી મળેલી દેહાદિ સામગ્રી તે કાંઈ હું નથી. તે મારામાં નહિ અને હું તેમનામાં નથી. અહા ! આવો નિઃશંક થયેલો જ્ઞાની જ્ઞાનથી અર્થાત્ સ્વરૂપના અનુભવથી ચળતો નથી. તેને નિર્જરા થતી હોય છે.
અશાતા ઉદયને લઈને જુઓને! શરીરમાં કેટકેટલા રોગ થતા હોય છે! સાતમી નરકના નારકીને ભાઈ! પહેલેથી-જન્મથી જ શ૨ી૨માં સોળ-સોળ રોગ હોય છે. અને ત્યાંની માટી એવી ઠંડી છે કે તેનો કટકો જો અહીં આવી જાય તો ૧૦ હજાર યોજનમાં માણસ ઠંડીથી મરી જાય. અહા! આવા અતિશય ઠંડીના સંયોગમાં પણ ધર્મી સ્વરૂપથી ચલાયમાન થતો નથી.
પણ તે માટી શું અહીં આવે ?
આવે શું? આ તો ત્યાં ઠંડી કેવી છે તે બતાવવા દાખલો કહ્યો છે. અહા ! તે માટીનો એક ટુકડો અહીં આવે તો દશ હજાર યોજનના મનુષ્યો મરી જાય. તેમ પહેલી નરકમાં ગરમી છે. કેવી? કે એનો એક તણખો અહીં આવી જાય તો દશ હજાર યોજનમાં માણસો મરી જાય. આવી ઠંડી ને ગરમીમાં આ જીવ ત્યાં અનંતવાર રહ્યો છે. સમકિતી પણ ત્યાં છે. આ શ્રેણીક રાજા જ અત્યારે ત્યાં પહેલી નરકમાં છે. અહા! આવા સંયોગમાં પણ તે જ્ઞાનથી ચળતા નથી. ક્ષણેક્ષણે તેઓ ત્યાં તીર્થંકર ગોત્ર બાંધે છે. ત્યાંથી નીકળીને તેઓ તીર્થંકર થશે. આવા પીડાકા૨ી સંજોગમાં પણ તેઓ આનંદરસના ઘૂંટ પીએ છે. ગજબ વાત છે ને? ભજનમાં આવે છે ને કે
“ચિન્સૂરત દગધારીકી મોહિ રીતિ લગત હૈ અટાપટી, બાહિર નારકી દુઃખ ભોગૈ અંતર સુખરસ ગટાગટી.”
અહા! જેમ કોઈને તરસ લાગી હોય ને મોસંબીનો ઠંડો રસ ગટગટ પીવે તેમ જ્ઞાની આનંદસને અંદર ગટગટ પીએ છે. તે નરકની પીડાના સંયોગમાં પણ, આત્મનિત આનંદરસને ગટગટ પીએ છે. કેમ ? કેમકે જ્ઞાનીને બહારના સંયોગ સાથે કયાં એકપણું છે? સંયોગમાં કયાં આત્મા છે? અને આત્મામાં કયાં સંયોગ છે? અહા ! સંયોગ ને સંયોગીભાવથી ભિન્ન પડેલો જ્ઞાની બહારથી નરકની પીડામાં દેખાય તોપણ એ તો અંદરમાં નિરાકુળ આનંદને જ વેઠે છે. હા, જેટલો રાગ છે
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com