________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭
અન્યમતમાં પણ વૈરાગ્યની વાત આવે છે ને? ત્યાં અંતર્દષ્ટિ નથી પણ બહારમાં વૈરાગ્ય લાગે એવું હોય છે. ભર્તૃહરિની વાત આવે છે કે-૯૨ લાખ માળવાનો અધિપતિ ભર્તૃહરિ બાવો થઈ જાય છે અને ત્યારે કહે છે
“દેખા નહિ કછુ સા૨ જગતમેં, દેખા નહિ કછુ સાર;
પ્યારી અતિ મેરી પિંગલા, કરૈ અશ્વપાલકો યાર ”દેખા નહિ
અરે! આ સંસાર! માળવાધિપતિની રાણી એક અશ્વપાલથી યારી કરે! અ૨૨! આ શું? શું આ સંસાર? આમ બહારથી વૈરાગ્યનું ચિંતવન હોય, પણ એ તો માત્ર મંદરાગની અવસ્થા છે અને તે ક્ષણિક છે. જેમાં ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માના જ્ઞાનશ્રદ્ધાન હોય અને જેમાં અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય તે દશા સાચી અંતરવૈરાગ્યની દશા અને તેના બળથી અહીં જ્ઞાનીને સેવતો છતાં અસેવક કહ્યો છે.
સમજાણું કાંઈ...?
જેમ નાટકમાં પુરુષ સ્ત્રીનો વેશ પહેરીને આવે તો જોનારા લોકો એમ કહે કે આ સ્ત્રી છે, પણ તે પુરુષ તો પોતે એમ જ માને કે−હું પુરુષ છું અને સ્ત્રીનો તો મારો ભેખ છે. તેમ ધર્મી જીવને શીરાદિનો ભેખ ગમે તે જાતનો હોય પણ હું–આત્મા છું અને આ શરીરાદિ જૂઠા ખેલ છે–એમ માને છે. અરે! સેવકપણાનો ખેલ (ભેખ ) હોય ત્યારે પણ, એ ખોટો ખેલ છે, હું એમાં રમતો નથી–એમ જ તે માને છે અહાહા..! અમે જ્યાં રમીએ છીએ ત્યાં (શુદ્ધાત્મામાં) આ ૫૨ વિષયો છે નહિ અને એમાં અમે છીએ જ નહિ-આમ
ધર્માત્મા માને છે. આમ વિષયસેવનના ફળના સ્વામિત્વથી રહિત જ્ઞાની સેવતો છતાં અસેવક છે. લ્યો, આવો ધર્મ! બાપુ! ધર્મ કોઈ અસાધારણ અલૌકિક ચીજ છે. દયા, દાન, ભક્તિ આદિ કરે અને માને કે ધર્મ થઈ ગયો પણ એમાં તો ધૂળેય ધર્મ નથી, સાંભળને. એ તો બધો રાગ પુણ્યબંધનું કારણ છે અને એમાં ધર્મ માને તો મિથ્યાત્વ છે.
અહીં કહે છે–ભગવાન આત્માના આનંદનું જ્યાં ભાન થયું ત્યાં આખી દુનિયા પ્રત્યેની અશુદ્ધતાનો ( અભિપ્રાયમાં સમસ્ત શુભ અશુભ ભાવોનો) ત્યાગ થઈ જાય છે અને તે સાચો વૈરાગ્ય છે. આવો વૈરાગ્ય જેને પ્રગટ થયો છે તે સેવક છતાં અસેવક છે. જ્યારે મિથ્યાદષ્ટિ બહારનું બધું ત્યાગે છે, સ્ત્રી, કુટુંબ આદિ છોડી બાવો થઈ જાય છે, પણ અંતર-અનુભવ વિના દષ્ટિ મિથ્યા છે, રાગની રુચિ છે તો તે અસેવક-બહા૨થી સેવતો નથી છતાં પણ તે સેવક જ છે.
* ગાથા ૧૯૭ : ભાવાર્થ ઉપરનું પ્રવચન *
દૃષ્ટાંત આપે છે–‘કોઈ શેઠે પોતાની દુકાન ૫૨ કોઈને નોકર રાખ્યો. દુકાનનો બધો વેપારવણજ-ખરીદવું, વેચવું વગેરે સર્વ કામકાજ-નોકર કરે છે તોપણ તે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com