SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૨૮ ] [ ૪૫૭ નાશવંત ચીજ તો પર છે, તે મારી ચીજ નથી. તે નાશ પામો તો પામો, મારી તો એક ત્રિકાળ શાશ્વત શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપ વસ્તુ છે. આવી જેને પ્રતીતિ થઈ છે તે પોતે પોતાના સ્વાભાવિક જ્ઞાનને અનુભવે છે. ભાષા જોઈ ! સ્વયં અર્થાત્ પોતે પોતાના ભાવથી અનુભવે છે. પોતે પોતાના સ્વાભાવિક જ્ઞાનને અનુભવે છે. જ્ઞાન શબ્દ અહીં પોતાના આત્માનું ગ્રહણ છે. જેને આત્માના સ્વભાવની સત્તાનો અનુભવ થયો છે તે, નિજ સત્તાને સ્વીકારીને અનુભવે છે એમ કહે છે. આ ધર્મદશા છે. ભગવાન આત્મા અનંતગુણનો પિંડ પ્રભુ સ્વયંસિદ્ધ સત્તા છે. સ્વયંસિદ્ધ નામ કોઈથી નહિ કરાયેલી એવી અનાદિ અનંત અકૃત્રિમ વસ્તુ ભગવાન આત્મા છે. તેને ધર્મી પુરુષે પોતાની દૃષ્ટિમાં લીધી છે. તેથી સ્વયં એટલે રાગની અપેક્ષા વિના, વ્યવહારના રાગની અપેક્ષા વિના, પોતાના સ્વાભાવિક જ્ઞાનને નિરંતર એટલે અખંડ ધારાએ-કોઈવાર રાગનો અનુભવ ને કોઈવાર જ્ઞાનનો અનુભવ એમ નહિ પણ ખંડ ન પડે એમ અખંડધારાએ અનુભવે છે. અહીં “સ્વયં” એટલે પોતે પોતાથી પોતાને અનુભવે છે એમ વાત છે. ત્યારે કોઈ વળી કહે છે-સ્વયં એટલે પોતે પોતારૂપ અનુભવે છે, સ્વથી વા પરથી. પોતાથી જ અનુભવે છે એમ નહિ પણ પરથી પણ પોતે પોતારૂપ અનુભવે છે એમ એનું કહેવું છે. અરે ભાઈ ! પોતે પોતાથી જ સદા પોતાને પોતારૂપ અનુભવે છે અને પરથી કદીય નહિ એ મૂળ સિદ્ધાંત છે. શું પર વડ પોતારૂપ અનુભવ થાય? ન થાય. બાપુ! આ તો તારી મૂળમાં ભૂલ છે પ્રભુ! વસ્તુ ભગવાન આત્મા અખંડ એક જ્ઞાયકભાવ પરમપરિણામિક ભાવ છે. પરિણામિકભાવ તો પરમાણુય છે. પણ આ તો જ્ઞાનસ્વભાવભાવ છે ને! તેથી તે પરમપરિણામિકભાવ શાશ્વત જ્ઞાયકભાવ છે. તેને જ્ઞાની સ્વયં એટલે પોતાથી જ-પોતાના આશ્રયે-પરના આશ્રય ને અવલંબન વિના જ અનુભવે છે. સદા અનુભવે છે એમ કહીને એમ કહ્યું કે “રાગ મારો છે” એમ જ્ઞાની કદીય અનુભવતો નથી પણ “જ્ઞાન જ મારું છે'એમ સદા અનુભવે છે. સમજાણું કાંઈ...? હવે અગુતિભવનું કાવ્ય કહે છે: * કળશ ૧૫૮: શ્લોકાર્ધ ઉપરનું પ્રવચન * ‘વિત્ર સ્વં વસ્તુન: પરમ કુતિ: સ્તિ' ખરેખર વસ્તુનું સ્વ-રૂપ જ (અર્થાત્ નિજ રૂપ જ) વસ્તુની પરમ “ગુતિ' છે. Please inform us of any errors on [email protected]
SR No.008288
Book TitlePravachana Ratnakar 07
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages577
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy