________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૭૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ સમયસાર ગાથા ૨૧૮-૨૧૯ : મથાળુ
હવે આ જ અર્થનું વ્યાખ્યાન ગાથામાં કરે છેઃ
* ગાથા ૨૧૮-૨૧૯ : ટીકા ઉ૫૨નું પ્રવચન *
‘જેમ ખરેખર સુવર્ણ કાદવ મધ્યે પડયું હોય તોપણ કાદવથી લેપાતું નથી કારણ કે કાદવથી અલિપ્ત રહેવાના સ્વભાવવાળું છે,......
જુઓ, શું કહ્યું ? કે–‘ જેમ ખરેખર..... ‘ યથા વસ્તુ' એમ પાઠ છે ને? વસ્તુ એટલે ખરેખર, વાસ્તવમાં, નિશ્ચયથી સુવર્ણ હજારો મણ કીચડની વચ્ચે પડયું હોય તો પણ તે કાદવથી લેપાતું નથી અર્થાત્ તેને કાટ લાગતો નથી. શું સોનાને કાટ લાગે? ન લાગે. કેમ ન લાગે? કારણ કે તેનો સ્વભાવ જ અલિપ્ત રહેવાનો છે. આ નિર્જરાની વાત દૃષ્ટાંતથી કહે છે.
પ્રશ્ન:- શાસ્ત્રમાં-તત્ત્વાર્થસૂત્રમાં તો તપથી નિર્જરા કહી છે. ‘તપસા નિર્બરા 7' અને ઉપવાસાદિ કરવા તે તપ છે. તો એ તપથી નિર્જરા છે કે નહિ?
સમાધાનઃ- ભાઈ ! એ તો બાહ્ય નિમિત્તથી કથન છે, બાકી નિર્જરા તો પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં લીન થતાં-સ્થિત થતાં થાય છે. આત્માના આનંદરસમાં લીન રહેવું તે તપ છે અને તે વડે નિર્જરા છે. જેમ સુવર્ણને કાટ લાગતો નથી તેમ ભગવાન આત્માને, તેના અનુભવની દૃષ્ટિમાં રહેતાં રાગનો કાટ લાગતો નથી અને તેથી તેને નિર્જરા થાય છે.
આવી વ્યાખ્યા ભારે આકરી!
બાપુ! આ સમજ્યા વિના સંસારમાં રખડતાં રખડતાં અનંતકાળ ગયો. એકએક યોનિમાં એકેન્દ્રિયાદિમાં અનંત અનંત અવતાર કર્યા. એ જન્મથી મરણ પર્યંતના
દુઃખની કથા શું કહીએ ? બાપુ! તું ભૂલી ગયો છે. આ સક્કરકંદ, લસણ, ડુંગળી નથી આવતાં ? તેની એક રાઈ જેટલી કટકીમાં અસંખ્ય ઔદારિક દેહ છે; અને એક એક દેહમાં અનંત-નિગોદના જીવ છે. હવે આવા (નિગોદના ) પણ અનંત ભવ કર્યા છે કે જ્યાં મન નહિ, વાણી નહિ, માત્ર દેહનો સંયોગ હતો. આ પૈસા ને મકાન ને કુટુંબ ને આબરૂ તો બધાં કયાંય રહી ગયાં. ભગવાન એકવાર સાંભળ તો ખરો! ત્યાં એક શ્વાસમાં અઢાર ભવ એવા અનંતા શ્વાસમાં અનંત ભવ ભગવાન! એણે અનંતવાર કર્યા છે. એના દુઃખને શું કહીએ ?
હવે ત્યાંથી નીકળીને કોઈ મનુષ્ય થયો; અને ભગવાનની વાણીનું કારણ પામીને સ્વભાવસન્મુખતાનો પુરુષાર્થ જાગ્રત કરીને અંતરમાં આનંદના રસમાં ગયો તો પ૨થી એનું લક્ષ છૂટી ગયું. અહાહા...! પરમ અદ્દભુત ૨સ એવા ચૈતન્ય૨સનો આનંદરસનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com