________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ ઇચ્છાકાળે ઇચ્છાની હયાતી છે માટે એને જાણે છે એમેય નહિ. એ તો સ્વને અને ૫૨નેઇચ્છાને જાણતી જ્ઞાનની પર્યાય સ્વપરપ્રકાશકરૂપે સ્વતઃ પરિણમે છે. અહાહા...! જ્ઞાનીને સ્વ અને પરને જાણતું જ્ઞાન પોતાને પોતાથી પ્રગટ થયું હોય છે. જ્ઞાની કાંઈ રાગમાં તન્મય થઈને (રાગને) જાણે છે એમ નથી, એ તો રાગને પૃથક્ પ૨સ્વરૂપે જ જાણે છે. આવો ઝીણો મારગ બાપુ! લોકોને બિચારાઓને મૂળ મારગની ખબર ન મળે એટલે બહારનાં વ્રત, તપ, ભક્તિ ને પૂજા ઇત્યાદિ લઈને બેસી જાય પણ ભાઈ! એ તો બધા રાગના-શુભરાગના પ્રકાર છે, એ કાંઈ ધર્મ નથી વા એ વડે ધર્મ પમાશે એમ પણ નથી.
અહાહા...! કહે છે-‘ આવી અવ્યવસ્થા જાણીને...' શું અવ્યવસ્થા? કે વાંછાકાળે વૈદકનો કાળ નથી અને વેદકનો કાળ આવે ત્યારે વાંછાનો કાળ રહેતો નથી, વીતી ગયો હોય છે, બીજો કાળ થઈ ગયો હોય છે. આ રીતે ‘અવ્યવસ્થા જાણીને જ્ઞાની પોતે જાણનાર જ રહે છે.' જોયું? જે વૃત્તિ થઈ આવી તેનો જ્ઞાની જાણનાર જ રહે છે. તથા તેને ભોગવવાના કાળે જરી વેદન થયું તેનો પણ તે જાણના૨ જ રહે છે. છતાં (જ્ઞાનની અપેક્ષાએ ) ભોગવવાના કાળે જે રાગ થયો એટલું દુઃખ પણ અવશ્ય છે. દૃષ્ટિ અને દૃષ્ટિના વિષયની અપેક્ષાએ તો જ્ઞાની તેનો જ્ઞાતા જ છે. પરંતુ દષ્ટિની સાથે જે જ્ઞાન છે તે જ્ઞાનની અપેક્ષાએ તેને કિંચિત રાગનું-દુઃખનું વેદન છે. જ્ઞાની પણ તે પ્રમાણે પોતાને દુ:ખનું વેદન છે એમ જાણે છે.
અહા ! જન્મ-મરણના દુ:ખથી મુક્ત થવાનો આવો મારગ! જેના ફળમાં ‘સાદિ અનંત અનંત સમાધિ સુખમાં ' અનંત અનંત સુખની સમાધિ પ્રગટ થાય તે મારગ ભાઈ ! અલૌકિક છે. અને તેમાંય અહો! સમ્યગ્દર્શન !! ( અપૂર્વ અલૌકિક!) સમ્યગ્દર્શનની સાથે સમ્યજ્ઞાન અને સ્વરૂપાચરણનો-ચારિત્રનો અંશ પણ હોય છે. અનંતાનુબંધીનો અભાવ હોવાથી સ્વરૂપાચરણ-સ્વરૂપમાં જરી સ્થિરતાનો અંશ-હોય છે પરંતુ તેને ચારિત્ર નામ અપાય એમ નહિ. દેશચારિત્ર કે સકલચારિત્ર–એમ ચારિત્ર નામ પાડીએ એવું ચારિત્ર ત્યાં છે એમ નહિ.
શ્રાવકપણું એ ઢીલાપણું છે. પણ જ્યાં પુરુષાર્થ ઉગ્રતા ધારણ કરે છે ત્યાં એકદમ ચારિત્ર અંગીકાર કરે છે. ‘નમો સિદ્ધાણં’–એમ કહીને તીર્થંકરો ચારિત્ર અથવા સ્વરૂપની લીનતા અંગીકાર કરે છે, શુદ્ધોપયોગની સ્થિરતા અંગીકાર કરે છે.
અત્યારે વળી કોઈ કહે છે કે-શુદ્ધોપયોગ તો અત્યારે છે જ નહિ, શુભોપયોગ જ
છે.
અરે ભાઈ ! જો શુદ્ધોપયોગ નથી તો સ્વ-અનુભૂતિ જ નથી, કેમકે ચોથે ગુણસ્થાને જે અનુભૂતિ થાય છે તે શુદ્ધોપયોગમાં જ થાય છે. તેથી જો શુદ્ધોપયોગ ન
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com