________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૬ ]
[ ૩૩૭ હોય તો, એ અર્થ થયો કે ત્યાં ચોથું ગુણસ્થાન જ નથી; છઠું તો કયાંય રહ્યું, શુદ્ધોપયોગ વિના તો ચોથું ગુણસ્થાનેય નથી. અહા ! પણ અજ્ઞાનીને કયાં જવાબદારીથી વાત કરવી છે? એને તો વાદવિવાદ કરવો છે. પણ ભાઈ ! વાદવિવાદથી કાંઈ સાધ્ય નથી. સમજાણું કાંઈ....?
હવે કહે છે-“અહીં પ્રશ્ન થાય છે કે આત્મા તો નિત્ય છે તેથી તે બન્ને ભાવોને વેદી શકે છે, તો પછી જ્ઞાની વાંછા કેમ ન કરે ?'
જુઓ, આ સામા ( શિષ્ય) વતી પોતે ને પોતે ભાવાર્થકાર પ્રશ્ન ઉઠાવે છે. શું કહે છે? આત્મા પોતે તો નિત્ય છે; એટલે કે વાંછાકાળેય આત્મા છે અને ભોગવવાના કાળેય તે છે. તેથી તે બન્ને ભાવોને વેદી શકે છે. તેમાં હરકત કયાં છે? આત્મા નિત્ય હોવાથી તે નિત્ય જે પ્રમાણે ઇચ્છે છે તેને તે પ્રમાણે ભોગવે છે. તેમાં વાંધો શું આવ્યો કે જ્ઞાની વાંછા ન કરે ?
આ પ્રશ્નનું રૂપ સમજાય છે? શું કહે છે? કે તમે જ્યારે એમ કહો છો કે વાંછાનો કાળ અને ભોગવવાનો કાળ-તે બન્ને ભિન્ન છે; બન્નેને કાળભેદ છે તેથી બેનો મેળ ખાતો નથી. પણ અમે કહીએ છીએ કે આત્મા તો નિત્ય છે, તેથી વાંછા કાળે પણ આત્મા છે અને ભોગવવા કાળે પણ આત્મા તો મોજાદ છે. તે કારણે તેને વેધ-વેદકભાવ થાય તેમાં વાંધો શું છે? વેધ–વેદકભાવ ક્ષણિક ભલે હો, પણ આત્મા છે એ તો નિત્ય જ છે. પ્રત્યેક પર્યાયકાળે આત્મા તો નિત્યપણે છે જ. તેથી તે બન્ને ભાવોને વેદી શકે છે, એમ કે ઇચ્છેલું વેદી શકે છે. અને જે એમ છે તો જ્ઞાની વાંછા કેમ ન કરે? આવો પ્રશ્ન ઊઠાવીને પંડિત શ્રી જયચંદજી સમાધાન કરે છે.
તેનું સમાધાનઃ- વેધ-વેદકભાવો વિભાવભાવો છે, સ્વભાવભાવ નથી, તેથી તેઓ વિનાશિક છે.'
વેદ-વેદક ભાવો વિભાવો એટલે વિકારી ભાવો છે. એટલે વિકારી ભાવનું કરવું ને ભોગવવું ધર્મીને હોતું નથી. નિત્ય હોવા છતાં કાયમ રહેનારો હોવા છતાં -વિકારની વાંછાનો અને ભોગવવાના કાળનો પણ ધર્મી જ્ઞાતા જ છે અને આ રીતે (અનિત્ય ભાવોથી ભિન્ન ) તે નિત્ય છે. ઝીણી વાત છે ભાઈ !
વેદ-વેદક ભાવો વિભાવભાવો છે, જ્યારે જે નિત્ય છે એ તો સ્વભાવભાવ છે; અર્થાત્ નિત્ય જે આત્મા છે એ તો સ્વભાવભાવથી નિત્ય છે. જ્યારે વિભાવભાવો છે એ અનિત્ય જ છે, તથા તેઓ સ્વભાવભાવ નથી. પહેલાં ટીકામાં આવી ગયું ને કે –“જ્ઞાની તો, સ્વભાવભાવનું ધ્રુવપણું હોવાથી ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવસ્વરૂપ નિત્ય છે.' અહા! જ્ઞાની આ રીતે નિત્ય છે એમ કહ્યું છે, પણ જે જે પર્યાય આવે છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com