________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૬ ]
ચિન રત્નાકર ભાગ-૭ નથી. અજ્ઞાની દુકાને બેઠો હોય ને દિવસની પાંચ-પચાસ હજારની કમાણી થાય તો તેનો પાવર ફાટી જાય છે. તેને એમ થાય છે કે-ઓહો ! મને આટલી લક્ષ્મી આવી! –એમ તે ઉન્મત્ત થઈ જાય છે. જ્યારે જ્ઞાની માત્ર તેનું જ્ઞાન જ કરે છે. ભાઈ ! કરવા યોગ્ય તો આ છે; બાકી તો રળવા-કમાવામાં ને બાયડી-છોકરા સાચવવામાં પાપની મજુરી કરીને તું મરી ગયો છે ભગવાન!
અહીં કહે છે-જે નોકર્મ-નિમિત્ત છે તેનું જ્ઞાની તો જ્ઞાન જ કરે છે. ત્યાં નિમિત્ત (નોકર્મ) જ્ઞાન થવામાં મદદ કરે છે એમ નથી. જ્ઞાનીને જે નિમિત્તનું જ્ઞાન થાય છે તે જ્ઞાનની અવસ્થા સહુજ પોતાથી પોતામાં થાય છે, નિમિત્ત છે તો જ્ઞાન થાય છે એમ નથી. ઝીણી વાત છે ભાઈ ! વીતરાગનો મારગ બાપા! બહુ સૂક્ષ્મ છે. આ અજ્ઞાની મારો વ્યવહાર... વ્યવહાર. વ્યવહાર એમ વ્યવહારને ગળે પડ્યો છે ને? અહીં કહે છે –ભાઈ ! વ્યવહાર (-રાગ ) તારો છે એમ છે જ નહિ. જ્ઞાની અને પોતાનો માનતા નથી, એ છે એમ માત્ર જાણે છે અને એનું જ્ઞાન પણ પોતામાં રહીને જ કરે છે. ગજબ વાત છે ભાઈ ! વ્યવહાર કારણ અને નિશ્ચય કાર્ય એમ છે જ નહિ. જ્ઞાની તો જે વ્યવહાર આવે છે તેને જાણે જ છે અને તે પણ વ્યવહાર છે તો એનો જ્ઞાતા થયો છે એમેય નથી. એ તો પોતાની જ્ઞાનની પર્યાય સ્વતંત્ર કર્તા થઈને તેને જાણતી થકી પ્રગટ થાય છે. એ જ રીત જ્ઞાની જે નોકર્મ છે, નિમિત્ત છે-તેને પણ માત્ર જાણે જ છે. અહો! આવો ભગવાનનો અલૌકિક અદ્દભુત માર્ગ છે જેને ગણધરો, મુનિવરો અને એકાવતારી ઇન્દ્રો વગેરે મહા વિનયપૂર્વક સાંભળે છે. ભાઈ ! નિમિત્તથી આત્મામાં કાંઈ થતું નથી તથા નિમિત્ત જે છે તેનું જ્ઞાન પણ જ્ઞાની પોતે પોતાથી જ કરે છે. આવું સર્વજ્ઞ પરમેશ્વરનું ફરમાન છે. બેસે તો બેસાડો ભાઈ !
હવે મન; છાતીમાં જડ મન છે. જેમ આ ડોળા-આંખ જડ છે તેમ મન પણ જડ છે. જુઓ, જોવા-જાણવાવાળી તો જ્ઞાનપર્યાય છે; આ આંખ કાંઈ દેખે છે એમ નથી. તેમ છાતીમાં જડ મન છે તે વિચાર કરવામાં નિમિત્ત છે, પણ જડ મન કાંઈ જાણતું નથી. તેથી મન છે તે પોતાની ચીજ નથી એમ જ્ઞાની માને છે. મન છે એમ જ્ઞાની જાણે છે પણ મન મારી ચીજ છે વા એનાથી મને જ્ઞાન થાય છે એમ જ્ઞાની માનતો નથી. અજ્ઞાનીને થાય કે શું ભગવાને આવી વાત કરી હશે ? હા, ભાઈ ! ધર્મસભામાં એકાવનારી ઇન્દ્રોની હાજરીમાં ભગવાને આવી અલૌકિક વાત કરી છે. તેનો લૌકિક સાથે મેળ બેસે એમ નથી. અહો ! આચાર્ય ભગવંતોએ ગજબ કામ કર્યા છે!
અહા ! જ્ઞાની વ્યવહારનું જ્ઞાન કરે છે તે વ્યવહાર છે માટે એનું જ્ઞાન કરે છે એમ નથી; એ તો જ્ઞાનની પર્યાય જ તે કાળે વ્યવહાર છે એને જાણતી સહજ પોતાથી ઉત્પન્ન થાય છે. તેમ નિમિત્ત પણ હો, તથાપિ નિમિત્ત છે તો તેનું જ્ઞાન થાય છે એમ નથી. એ તો જ્ઞાનની એ સહજ સ્વપરપ્રકાશક શક્તિ છે જેના કારણે નિમિત્તનું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com