________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૨૦૧–૨૦૨ ]
[ ૧૨૭
એમ સમજવું કે તેણે પોતાના આત્માનું પરમાર્થસ્વરૂપ નથી જાણ્યું, કર્મોદયજનિત રાગને જ સારો જાણ્યો છે અને તેનાથી જ પોતાનો મોક્ષ માન્યો છે.'
ભાગ્ય હોય તો સાંભળવાય મળે એવો સરસ અધિકાર છે આ. કહે છે-કોઈ જીવ
ભલે સર્વ શાસ્ત્રો ભણી ચૂકયો હોય, ભલે ને તેને અગિયાર અંગનું જ્ઞાન પ્રગટ થયું હોય ને કરોડો શ્લોકો કંઠસ્થ હોય, પણ જો તે રાગને ભલો જાણે છે તો તે અજ્ઞાની છે, તેણે પોતાના આત્માનું પરમાર્થસ્વરૂપ જાણ્યું નથી. જુઓ, એક આચારાંગનાં ૧૮ હજા૨ પદ છે. એક એક પદમાં ૫૧ કરોડ જાજેરા શ્લોક છે. આવાં આવાં અગિયાર અંગ તે અનંતવાર ભણ્યો છે. પણ તેથી શું? એ તો બધું પરલક્ષી જ્ઞાન છે, તે કાંઈ આત્માનું જ્ઞાન નથી. ભાઈ! રાગથી ભિન્ન પડી અંતર-એકાગ્રતા વડે આત્મજ્ઞાન પ્રગટ કર્યા વિના અગિયાર અંગનું બહિર્લક્ષી જ્ઞાન પણ કાંઈ કાર્યકારી નથી. સમજાણું કાંઈ...?
કોઈને થાય આ તો બધું સોનગઢથી કાઢયું છે. પણ આમાં સોનગઢનું શું છે ભાઈ! આ ગાથા ૨૦૦૦ વર્ષ ઉપર લખાઈ છે, તેની ટીકા ૧૦૦૦ વર્ષ ઉપર થયેલી છે અને આ ભાવાર્થ ૧૫૦ વર્ષ પહેલાનો છે. એ બધામાં આ વાત છે કે-કોઈ સર્વ શાસ્ત્રો ભણ્યો હોય, મોટો નગ્ન દિગંબર મુનિ થયો હોય અને વ્યવહારચારિત્ર પણ ચુસ્ત અને ચોખ્ખાં પાળતો હોય, પણ જો તે વ્યવહારચારિત્રના રાગને ભલો જાણે છે વા તેને એ રાગ પ્રત્યે રાગ છે તો તે મિથ્યાદષ્ટિ છે, તેને નિજ ચૈતન્યસ્વરૂપ આત્માનું જ્ઞાન-શ્રદ્ધાન નથી.
શું કહ્યું? કે કોઈ દ્રવ્યલિંગી પંચમહાવ્રતમાં કોઈ દોષ ન લાગે તે રીતે ચુસ્તપણે વ્યવહારચારિત્ર પાળતો હોય, પ્રાણ જાય તોપણ પોતાના માટે બનાવેલા આહારનો કણ પણ ગ્રહણ ન કરે તોપણ તે મિથ્યાદષ્ટિ છે. કેમ ? કેમકે તે રાગને ભલો જાણી રાગને ગ્રહણ કરે છે.
આ બધા લોકો તો ભક્તિ-પૂજા કરે અને જાત્રાએ જાય એટલે માની લે કે ધર્મ થઈ ગયો. પણ એમાં તો ધૂળેય ધર્મ થતો નથી સાંભળને. એ તો બધો શુભાગ છે, પુણ્યબંધનનું કારણ છે; તેને ભલો જાણે છે એ મિથ્યાદર્શન છે. ભાઈ! એક તત્ત્વદષ્ટિઆત્મષ્ટિ વિના એ બધા ક્રિયાકાંડ સંસારમાં-ચારગતિમાં રઝળવાના રસ્તા છે. બાપુ! રાગ છે એ તો ઝેર છે, એ કાંઈ ચૈતન્યનું સ્વરૂપ નથી. છતાં તેને ભલો જાણે તે રાગરહિત ચિદાનંદમય નિજ પરમાત્મદ્રવ્યને જાણતો નથી. કહ્યું ને કે તે મહાવ્રતાદિ પાળે તોય આત્માને જાણતો નથી.
મહાવ્રતાદિ પાળે તોય આત્માને જાણતો નથી?
હા, રાગને ભલો જાણે, વ્યવહાર કરતાં કરતાં ધર્મ થશે એમ માને તે મહાવ્રતાદિ
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com