________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭
ચૈતન્યસ્વરૂપ ભગવાન છે ત્યાં કોણ કોનો પિતા? ને કોણ કોનો પુત્ર? અજ્ઞાનીને આ કઠણ પડે છે, પણ શું થાય? અહીં તો કહે છે-જ્ઞાની ધર્માત્મા, પોતાને જે શુભરાગ થાય છે તેને પણ સ્વામીપણે મા૨ો છે તેમ માનતા નથી. આવો ભગવાનનો માર્ગ બહુ સૂક્ષ્મ છે ભાઈ ! (ઉપયોગને સૂક્ષ્મ કરે તો જ હાથ લાગે તેમ છે).
પ્રશ્ન:- જ્ઞાની વ્રતાદિને જરાય ભલાં જાણતો નથી તો તેમાં જે અતિચાર લાગે છે તેનું તે પ્રાયશ્ચિત કેમ લે છે?
સમાધાનઃ- ભાઈ ! જ્ઞાની વ્રતાદિના રાગને જરાય ભલો સમજતો નથી; એ તો એમ જ છે. તોપણ તેને રાગ તો આવી જ જાય છે. કદીક વ્રતમાં અતિચાર- અશુભ પણ થઈ જાય છે. તે દોષ છે એમ જાણી તેને તે ટાળે છે. આનું નામ પ્રાયશ્ચિત છે. ત્યાં પ્રાયશ્ચિતનો જે વિકલ્પ છે તે શુભભાવ છે, તે વિષકુંભ છે. સમયસાર, મોક્ષ અધિકાર (ગાથા ૩૦૬) માં દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ ભાવને વિષકુંભ કહ્યો છે. અહા! એકલા અતીન્દ્રિય અમૃતનો સાગર પ્રભુ આત્મા છે. એનાથી વિરુદ્ધના ભાવ બધા ઝેર છે. પ્રાયશ્ચિતનો જે વિકલ્પ છે તે પણ ઝેરનો ઘડો છે. ભાઈ! વિષયવાસનાના પરિણામ તો ઝેર છે જ; જે શુભભાવ છે તે પણ ઝેર જ છે. હવે આનો મર્મ અજ્ઞાની જાણે નહિ એટલે શુભાગથી ધર્મ થવો માની ક્રિયાકાંડ કરે પણ તેથી શું વળે? ભગવાન! એ રાગ તને શરણ નથી હોં; શરણ તો એક રાગરહિત નિત્ય જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્મા જ છે. જ્ઞાની પણ શુદ્ધ ચૈતન્યસ્વભાવના આશ્રયે જ દોષને ટાળે છે અને તે જ સાચું પ્રાયશ્ચિત છે. સમજાણું કાંઈ...?
અહીં કહે છે-જ્ઞાની રાગ પ્રત્યે લેશમાત્ર રાગ કરતો નથી. વળી નિશ્ચયથી તો તેને રાગનું સ્વામિત્વ જ નથી. જ્ઞાનીને જે રાગ થાય છે તેનો તે ધણી જ નથી. આ ખાધેલા મૈસૂબની વિષ્ટા નીકળે તેનું કોઈ ધણીપણું રાખે કે આ વિષ્ટા મારી છે? (ન રાખે ). તેમ જ્ઞાનીને રાગ ઝેર સમાન છે, વિષ્ટા સમાન છે. બાપા! આકરું લાગે અને લોકો રાડો પાડે પણ શું થાય? રાડ પાડો તો પાડો; ભાઈ! વસ્તુ તો જેમ છે તેમ છે; તેમાં કાંઈ બીજું થાય એમ નથી. અહો! આ તો ત્રણલોકના નાથ અરિહંત પરમાત્માની વાણીનો મર્મ પ્રચુર આનંદની મસ્તીમાં રહેનારા સંતો જાહેર કરે છે. કહે છે-સમ્યગ્દષ્ટિ રાગનો જરીય સ્વામી નથી; આવો વીતરાગનો માર્ગ છે. અરે! લોકોએ કલ્પના કરીને રાગને વીતરાગનો માર્ગ–જૈનમાર્ગ માન્યો છે! ( એ ખેદની વાત છે). અહીં તો આ સ્પષ્ટ વાત છે કે નિશ્ચયથી જ્ઞાનીને રાગનું સ્વામિત્વ જ નથી; માટે તેને લેશમાત્ર પણ રાગ નથી. હવે બીજી વાત કહે છે
‘જો કોઈ જીવ રાગને ભલો જાણી તેના પ્રત્યે લેશમાત્ર રાગ કરે તો-ભલે તે સર્વ શાસ્ત્રો ભણી ચૂકયો હોય, મુનિ હોય, વ્યવહારચારિત્ર પણ પાળતો હોય તોપણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com