________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૫૦૫
સમયસાર ગાથા-૨૩ર ]
કહે છે-“બધાય ભાવોમાં”—એટલે કે દેવ, ગુરુ, ધર્મ આદિ બધાય ભાવોમાં જ્ઞાનીને મુંઝવણ અર્થાત્ મૂઢતા નથી. અહા! ભગવાન કેવળીને આવું કેવળજ્ઞાન કે જે એક સમયમાં ત્રણકાળ-ત્રણલોકના અનંતા દ્રવ્ય-ગુણ-પર્યાયોને જાણે? અહા ! એક સમયમાં ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય-એમ ત્રણેયને જાણે? –એમ જ્ઞાનીને મૂઢતા કે સંદેહ નથી.
શ્રી સમંતભદ્રાચાર્ય બૃહસ્વયંભૂસ્તોત્રમાં (૧૧૪ મા શ્લોકમાં) કહ્યું ને? કે પ્રભુ! તારું સર્વજ્ઞપણાનું લક્ષણ અમે જાણ્યું છે. કેવી રીતે? કે પ્રભુ! તારી એક સમયની જ્ઞાનપર્યાયમાં જગતના અનંતા દ્રવ્યોના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય તે જાણ્યા છે. અહા! સર્વ અનંતને આપે જાણ્યા છે માટે આપ સર્વજ્ઞ છો-એમાં અમને સંદેહ નથી. વળી અમારો આત્મા પણ તેવો જ સર્વજ્ઞસ્વભાવ છે એમાં અમને સંદેહ નથી. અહા ! સર્વજ્ઞનો નિર્ણય કરનારો એવો અમારો આત્મા પોતે સર્વજ્ઞસ્વભાવી છે એ નિઃશંક છે; અમને અમારા સ્વરૂપમાં કોઈ શંકા કે મુંઝવણ નથી.
અહા ! “બધાય ભાવોમાં ' , જાઓ, બધે ઠેકાણે સર્વ-સર્વ શબ્દ છે. આ ગાથામાં છે કે “સબૂમાવેસુ,' ૨૩૧ મી ગાથામાંય હતું કે ‘સર્વેસિમેવ,' અને ૨૩૦ માંય છે કે “સલ્વધર્મેસુ' બધેય આવી પૂર્ણની વાત લીધી છે. નિઃશંક્તિમાં (ગાથા ૨૨૯) માં તો છેદે છે એમ આવ્યું. અહા ! જેણે પૂરણ જ્ઞાનસ્વભાવી પ્રભુ આત્માને જાણ્યો ને અનુભવ્યો છે તેને જ્ઞાનસ્વભાવમાં કાંઈ શંકા પડતી નથી કે આ કેમ હશે ? કોઈ અજ્ઞાનીને એકદમ જ્ઞાનનો વિકાસ દેખાય ને પોતાને જ્ઞાનનો વિકાસ થોડો હોય તો તે આમ કેમ?-એમ મુંઝાતો નથી. પોતાની પરિણતિમાં એટલી કમી છે એમ તે જાણે છે.
અહા ! હું આત્મજ્ઞાની છતાં આવું જ્ઞાન અલ્પ ? અને આ બધા મિથ્યાષ્ટિ મોટી જ્ઞાનની વાત કરે? (તેમને જ્ઞાનનો આટલો વિકાસ?)-જ્ઞાની એમ મુંઝાતો નથી કેમકે પોતે એક જ્ઞાયકભાવમય પૂરણ છે એમ વિશ્વાસ છે. જ્ઞાનનો ક્ષયોપશમ ઓછા-વત્તો હોય એથી શું છે? કરવા યોગ્ય તો એક જ્ઞાયકભાવની દષ્ટિ ને સ્થિરતા છે. એ તો પ્રવચનસાર ગાથા ૩૩ માં ન આવ્યું? કે-“વિશેષ આકાંક્ષાના ક્ષોભથી બસ થાઓ; સ્વરૂપ નિશ્ચળ જ રહીએ છીએ.” એમ કે હવે અમારે બહુ ક્ષયોપશમની આકાંક્ષા નથી; બહુ ક્ષયોપશમની આકાંક્ષાથી બસ થાઓ; અમે તો એક આત્મસ્વરૂપમાં જ નિશ્ચળપણે રહીએ છીએ. મતલબ કે જેને અખંડ એક જ્ઞાયકની પ્રતીતિ થઈ છે તે ઓછા-વત્તા ક્ષયોપશમમાં ગુંચાઈ જતો નથી, પણ સ્વરૂપસ્થિરતાનો પુરુષાર્થ કરે છે.
અહા! ધર્મી કેવો હોય ? તો કહે છે કે ધર્મી એને કહીએ કે જેણે એક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com