________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૪ ]
ચન રત્નાકર ભાગ-૭ અપમાન કેવી રીતે કરે?). આવો વીતરાગ પરમેશ્વરનો મારગ સૂક્ષ્મ છે ભાઈ ! અજ્ઞાનીને એની ખબર નથી.
અહા ! કહે છે-“પદ્રવ્ય છેદાઓ”—એટલે લક્ષ્મી, શરીર આદિના ટુકડા થઈ જાઓ વા “ભેદાઓ” અર્થાત્ તેનો ભૂકો થઈ જાઓ તોપણ મને કાંઈ નથી. પર ચીજ છેદાઓ વા ભેદાઓ નામ ભાંગીને ભૂકો થઈ જાઓ તો પણ મારામાં કાંઈ થતું નથી એમ કહે છે. જુઓ આ ધર્મી જીવ! એકદમ પાંચ-પચાસ લાખ જમા થઈ જાય તો પણ કહે છે કે તે મારી ચીજ નથી ને આબરૂ ચાલી જાય તો પણ કહે છે કે તે મારી ચીજ નથી.
પ્રશ્ન- આબરૂ તો પોતાની (-જીવની) છે ને? ઉત્તર- ભાઈ ! આબરૂ ક્યાં પોતાની (-જીવની ) છે? એ તો ધૂળની છે. પ્રશ્ન- પણ ગામ તો આત્માનું છે કે નહિ? તેનો એ બાદશાહ છે ને?
ઉત્તરઃ- ભાઈ ! કોનું ગામ ને કોણ બાદશાહુ? જ્ઞાનાનંદસ્વરૂપ પ્રભુ આત્મા તે ગામ છે અને પોતે આત્મા તેનો બાદશાહ છે. આ સિવાય એનું કોઈ ગામેય નથી ને બાદશાહ્ય નથી. શ્રી વાલભાઈ સોગાનીએ “દ્રવ્યદષ્ટિ પ્રકાશ', માં લીધું છે ને કે
કોઈ કહે છે-ભરત ચક્રવર્તીએ છ ખંડ સાધ્યા હતા?
તેઓ ( ન્યાલભાઈ ) કહે-ના, ના, છ ખંડ તો પરચીજ છે. તેને ભરત ચક્રવર્તીએ સાધ્યા જ નથી.
ત્યારે શું સાધ્યું 'તું?
અખંડને સાધ્યો હતો. અહા ! ખંડ નહિ પણ અખંડની સાધના કરી હતી. અહા ! ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં “હું પત્નીનો પતિ છું, હું લક્ષ્મીપતિ છું, હું ઉદ્યોગપતિ છું એમ ધર્મી માનતો નથી.
પ્રશ્ન:- આ તો ભારે વાત છે! આ તો બાવો થાય તો બેસે એમ છે.
ઉત્તર:- ભાઈ ! આત્મા (પરથી શૂન્ય) બાવો જ છે; આત્મામાં કોઈ પરચીજ છે જ નહિ. પરથી અને રાગથી આત્મા ભિન્ન જ છે. (જેમ છે તેમ શ્રદ્ધાન કરવું બસ એટલી વાત છે).
અહા! નિર્જરા એટલે ધર્મ કોને થાય? કે જેણે અંતરમાં હું જ્ઞાનાનંદમૂર્તિ પ્રભુ આત્મા છું એવી દષ્ટિ કરી છે તેને. અહા ! પરદ્રવ્ય છેદાઓ વા ભેદાઓ, તે મારી ચીજ નથી; હું તો થવાવાળી ચીજને પોતાના જ્ઞાતાદાપણામાં રહીને જાણવાવાળો છું–લ્યો, આમ જાણનારને નિર્જરા ને ધર્મ થાય છે. અહા! પરદ્રવ્ય છેદાઓ, અથવા ભેદાઓ, અથવા કોઈ લઈ જાઓ.” અહા ! છે? એમ કે પરચીજને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com