SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૨૮ ] [ ૪૫૫ જ્ઞાનને અનુભવે છે.' અહાહા...! સ્વરૂપમાં નિઃશંકપણે વર્તતા જ્ઞાનીને બહારની કોઈ વેદનાનો ભય નથી. હવે અરક્ષાભયનું કાવ્ય કહે છે * કળશ ૧૫૭ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘યત્ સત્ તત્ નાશ ન પૈતિ રૂતિ વસ્તુસ્થિતિ: નિયત વ્યT' જે સત્ છે તે નાશ પામતું નથી એવી વસ્તુસ્થિતિ નિયતપણે પ્રગટ છે.” અહા! જે છે તે નાશ શી રીતે પામે? ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ સત્ છે. સત્ નામ શાશ્વત છે તે નાશ શી રીતે પામે? જે છે તેનો નાશ કોઈ દિ' થાય નહિ એવી નિયત વસ્તુસ્થિતિ છે. વસ્તુની આ નિયત મર્યાદા છે કે જે છે તે કદી નાશ પામતું નથી. તત્ જ્ઞાન વિન સ્વયમેવ સત્'—આ જ્ઞાન પણ સ્વયમેવ સત્ (અર્થાત્ સસ્વરૂપ વસ્તુ) છે માટે નાશ પામતું નથી). આ જ્ઞાન” શબ્દ ભગવાન આત્મા સ્વયમેવ સત્સ સ્વરૂપ વસ્તુ છે. સ્વયમેવ સત્ નામ પોતે પોતાથી જ સત્ છે, કોઈ ઇશ્વરે એને ઉત્પન્ન કર્યો છે એમ નહિ અને એ કદી નાશ પામી જશે એમેય નહિ. અહાહા...! આત્મા સ્વયમેવ અનાદિ અનંત અવિનાશિક અકૃત્રિમ વસ્તુ ત્રિકાળ સત્ છે. ‘તત પરે: ત્રાત વિમ્'-તેથી વળી પર વડે તેનું રક્ષણ શું? અહાહા..! જે છે. છે... છે.... , જીપણું જેનું સ્વયં સ્વરૂપ છે તેનું પર વડે રક્ષણ શું? જે પોતાથી જ છે તેનું પર વડે રક્ષણ કેવું? ‘મત: મત્સ્ય ઉરુગ્રેન મંત્રી ને ભવેત્ ' આ રીતે (જ્ઞાન પોતાથી જ રક્ષિત હોવાથી) તેનું જરાપણ અરક્ષણ થઈ શકતું નથી. શું કહ્યું? કે ભગવાન આત્મા ત્રિકાળી સત્ પ્રભુ પોતે પોતાથી જ સુરક્ષિત હોવાથી તેનું જરા પણ અરક્ષણ થઈ શકતું નથી. વસ્તુ આત્મા સચ્ચિદાનંદ પ્રભુ પોતે પોતાથી જ સત શાશ્વત પદાર્થ છે. તેનું કોઈ રક્ષણ કરે તો તે રહે એમ તો છે નહિ. એ તો સ્વભાવથી જ શાશ્વત સદા સુરક્ષિત વસ્તુ છે. તેની તેનું જરાપણ અરક્ષણ શકતું નથી. ‘જ્ઞાનિન: ત–મી: 7:' માટે (આવું જાણતા) જ્ઞાનીને અરક્ષાનો ભય કયાંથી હોય? અહાહા..! પોતાના સચ્ચિદાનંદસ્વરૂપનો અનુભવ થયો એવા ધર્મીને અરક્ષાનો ભય કયાંથી હોય? પોતાના શુદ્ધ શાશ્વત જ્ઞાનાનંદસ્વરૂપનો અનુભવ કરવાવાળાને અરક્ષાનો ભય હોતો નથી. તે તો.... Please inform us of any errors on [email protected]
SR No.008288
Book TitlePravachana Ratnakar 07
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages577
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy