SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૨૧૪ एमादिए दु विविहे सव्वे भावे य णेच्छदे णाणी। जाणगभावो णियदो णीरालंबो दु सव्वत्थ।। २१४ ।। एवमादिकांस्तु विविधान् सर्वान् भावांश्च नेच्छति ज्ञानी। ज्ञायकभावो नियतो निरालम्बस्तु सर्वत्र।। २१४ ।। એ રીતે બીજા પણ અનેક પ્રકારના પરજન્ય ભાવોને જ્ઞાની ઇચ્છતો નથી એમ હવે કહે છે: એ આદિ વિધવિધ ભાવ બહુ જ્ઞાની ન ઇચ્છે સર્વને; સર્વત્ર આલંબન રહિત બસ નિયત જ્ઞાયકભાવ તે. ૨૧૪. ગાથાર્થ- [gવમાંવિવેકાન તુ] ઇત્યાદિક [વિવિધાન] અનેક પ્રકારના [સર્વાન માવાન ] સર્વ ભાવોને [જ્ઞાની] જ્ઞાની [ન રૂછતિ] ઈચ્છતો નથી; [ સર્વત્ર નિરીનq: ] સર્વત્ર (બધામાં) નિરાલંબ એવો તે [ નિયત: જ્ઞાયકમાવ: ] નિશ્ચિત જ્ઞાયકભાવ જ છે. ટીકાઃ- ઇત્યાદિક બીજા પણ ઘણા પ્રકારના જે પરદ્રવ્યના સ્વભાવો છે તે બધાયને જ્ઞાની ઇચ્છતો નથી તેથી જ્ઞાનીને સમસ્ત પરદ્રવ્યના ભાવોનો પરિગ્રહ નથી. એ રીતે જ્ઞાનીને અત્યંત નિષ્પરિગ્રહપણું સિદ્ધ થયું. હવે એ પ્રમાણે આ, સમસ્ત અન્યભાવોના પરિગ્રહથી શુન્યપણાને લીધે જેણે સમસ્ત અજ્ઞાન વમી નાખ્યું છે એવો, સર્વત્ર અત્યંત નિરાલંબ થઈને, નિયત સંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ રહેતો, સાક્ષાત્ વિજ્ઞાનઘન આત્માને અનુભવે છે. ભાવાર્થ:- પુણ્ય, પાપ, અશન, પાન વગેરે સર્વ અન્યભાવોનો જ્ઞાનીને પરિગ્રહ નથી કારણ કે સર્વ પરભાવોને હેય જાણે ત્યારે તેની પ્રાપ્તિની ઇચ્છા થતી નથી. આ હવે આગળની ગાથાની સૂચનારૂપ કાવ્ય કહે છે: * પ્રથમ, મોક્ષાભિલાષી સર્વ પરિગ્રહને છોડવા પ્રવૃત્ત થયો હતો, તેણે આ ગાથા સુધીમાં સમસ્ત પરિગ્રહભાવને છોડ્યો, એ રીતે સમસ્ત અજ્ઞાનને દૂર કર્યું અને જ્ઞાનસ્વરૂપ આત્માને અનુભવ્યો. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008288
Book TitlePravachana Ratnakar 07
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages577
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy