________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૦૭ ]
[ ૨૩૩ પ્રશ્ન- હા, પણ તે (હીરા-માણેક આદિ) કિંમતી છે ને? તે વડે લોકો સુખી જણાય છે ને?
ઉત્તર- એ ધૂળની ભાઈ ! (આત્મામાં) કાંઈ કિંમત (-પ્રતિષ્ઠા) નથી. જોતા નથી આ પૈસાદિના કારણે તો લોક એકબીજાને મારી નાખે છે? તો પછી તે વડે લોક સુખી કેમ હોય? તે સુખનું કારણ કેમ થાય? ભાઈ ! એ ધૂળેય સુખનું કારણ નથી સાંભળને. આવું તો (હીરા-માણેક આદિનો સંયોગ તો) અનંત વાર થઈ ગયું છે પ્રભુ! પણ તેથી શું? તે કયાં તારી ચીજ છે? તને ખબર નથી બાપુ! પણ એવા (–સંયોગના) ખેલ તો તે અનંતવાર ખેલ્યા છે. (પણ દુઃખ તો ઊભું જ છે, ભવભ્રમણ ઊભું જ છે).
અહીં કહે છે-નિયમથી એટલે નિશ્ચયથી સૂક્ષ્મ તીક્ષ્ય તત્ત્વદષ્ટિના આલંબનથી જ્ઞાની આત્માને જ આત્માનો પરિગ્રહુ જાણે છે. અહા ! હું તો જ્ઞાનાનંદસ્વભાવી છું –એમ જેને અંતરમાં તેની પકડ થઈ ગઈ છે તેને પોતાનો આત્મા જ પરિગ્રહ છે. જાઓ, ભરત ચક્રવર્તી છ ખંડના રાજા હતા. ૩ર લાખ વિમાનનો સાહ્યબો એવો સ્વર્ગનો ઇન્દ્ર એનો મિત્ર (મિત્ર એટલે સાથે બેસનારો) હતો. છતાં એના અંતરમાં આ હતું કેજ્ઞાનાનંદસ્વભાવી મારો આત્મા એ જ મારો પરિગ્રહ છે; આ ચક્રવર્તીનું રાજ્ય, કે આ મિત્ર કે આ જે રાગ છે તે મારી ચીજ નથી, તેનો હું સ્વામી નથી. આવી વાત છે !
ઋષભદેવ ભગવાન જ્યારે અષ્ટાપદ પર્વત ઉપરથી મોક્ષ પધાર્યા ત્યારે ભારત ચક્રવર્તી ત્યાં હાજર હતા. અહા ! સમકિતી-જ્ઞાની હોવા છતાં તેમની આંખમાંથી આંસુ આવ્યાં અને બોલ્યા, “અહાભગવાન મોક્ષ પધાર્યા ! અરે ! ભારતમાં જ્ઞાનસૂર્યનો અસ્ત થઈ ગયો! હવે અમે કોને પૂછશું? કોને અમે સવાલ કરીશું?' ત્યારે તે વખતે એક એક વિમાનમાં અસંખ્ય દેવ એવા બત્રીસ લાખ વિમાનોનો લાડો–સ્વામી ઇન્દ્ર સાથે હતો તે ભરતને કહે “અરે! આંખમાં આંસુ? તમે આ શું કરો છો, ભરત? તમારે તો આ ભવે મોક્ષ જવું છે. અમે તો હજુ એક ભવ કરીને મનુષ્ય થશું ત્યારે મોક્ષ જશું. તમારે તો આ છેલ્લો દેહ છે, છતાં આ શું? ત્યારે ભરત કહે “સાંભળ, ઇન્દ્ર! સાંભળ; ભગવાનના વિરહથી કંઈક રાગ થઈ આવ્યો છે કેમકે હજુ પૂરણતા થવી બાકી છે ને? પણ તે રાગની અમને પકડ નથી; તે જાણેલો પ્રયોજનવાન છે એમ તેને જાણીએ છીએ બસ; રાગનું અમને સ્વામિત્વ નથી.' જાઓ, બારમી ગાથામાં આવે છે ને કે-વ્યવહાર તાત્વે–તે તે કાળે જાણેલો પ્રયોજનવાન છે? તેમ જ્ઞાની તે કાળે જાણે છે કે આ વ્યવહાર-રાગ છે, બસ એટલું જ; તે મારો છે એમ નહિ. અહો ! આચાર્ય ભગવાનની કોઈ અદભુત શૈલી ને અદભુત વાત છે!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com