________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ ખૂબ ગંભીર વાત છે ભાઈ ! આ ગાથા પછી કળશ આવશે. તેની વ્યાખ્યા કરતાં અધ્યાત્મતરંગિણીમાં” “પદ” શબ્દની વ્યાખ્યા કરી છે. ત્યાં કહ્યું છે કે જે ચૈતન્ય પદ છે તે જીવનું પદ કહેતાં જીવનું રક્ષણ છે, જીવનું લક્ષણ છે, ને જીવનું સ્થાન છે. આ સિવાય રાગાદિ અપદ છે, અરક્ષણ છે, અલક્ષણ છે, અસ્થાન છે. ભાઈ ! આ મોટા મોટા મહેલમકાન તો અપદ છે જ; અહીં તો દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિનો જે વિકલ્પ ઊઠે છે તે અપદ છે, અરક્ષણ છે, અલક્ષણ છે, અસ્થાન છે એમ કહે છે. લ્યો, આવું કયાંય સાંભળ્યું 'તું? (સાંભળ્યું હોય તો આ દશા કેમ રહે?).
કોઈ વળી ગૌરવ કરે કે અમારે આવા મકાન ને આવા મહેલ! ત્યારે કોઈ વળી કહે–અમે આવાં દાન કર્યા ને તપ કર્યા ઇત્યાદિ.
એમાં ધૂળેય તારું નથી બાપુ! સાંભળને; મકાનેય તારું નથી અને દાનાદિ રાત્રેય તારો નથી. એ તો બધાં અપદ છે, અશરણ છે, અસ્થાન છે. ભગવાન ! તું એમાં રોકાઈને અપદમાં રોકાઈ ગયો છો. તારું પદ તો અંદર ચૈતન્યપદ છે તેમાં તું કદી આવ્યો જ નથી. ભગવાન! તું નિજારમાં આવ્યો જ નથી. ભજનમાં આવે છે ને કે
“અબ હમ કબહું ન નિજઘર આયે,
પર ઘર ફિરત બહુત દિન બીતે, નામ અનેક ધરાયે”—અબ હમ,
હું પુણવાળો, ને હું દયાવાળો, ને હું વ્રતવાળો, ધનવાળો, સ્ત્રીવાળો, છોકરાવાળો, મકાનવાળો, આબરુવાળો-અહાહાહા....! કેટલા “વાળા” પ્રભુ! તારે? એક “વાળો' જો નીકળે તો રાડ નાખે છે ત્યાં ભગવાન! તને આ કેટલા “વાળા ” ચોંટયા?
હા, પણ એ “વાળો' તો દુઃખદાયક છે, શરીરને પીડા આપે છે પણ આ “વાળા' ક્યાં દુ:ખદાયક છે?
ઉત્તર- ભાઈ ! એ “વાળો' એક જન્મમાં જ પીડાકારી છે પણ આ “વાળા” તો તને જન્મ-જન્મ મારી નાખે છે; આ “વાળા' તો અનેક જન્મ-મરણના દુઃખો આપનારા છે. પણ શું થાય? અજ્ઞાનીને એનું ભાન કે દિ' છે?
જ્યારે જ્ઞાની સમકિતીને જે રાગ આવે છે તેને તે રોગ જાણે છે. અરે! વ્રતનો જે વિકલ્પ આવે તેને સમકિતી રોગ જાણે છે. ગજબ વાત છે ભાઈ ! વીતરાગનો માર્ગ કોઈ અલૌકિક છે પ્રભુ! બિચારા લોકોને તે સાંભળવા મળ્યો નથી ! અહા ! જ્ઞાનીને રાગ પ્રત્યે રાગ નથી. છે અંદર? જ્યાંસુધી પૂર્ણ વીતરાગતા નથી–પરમાત્મદશા નથી ત્યાં સુધી જ્ઞાનીને વિકલ્પ ઉઠે છે, વ્યવહારનો રાગ આવે છે પરંતુ
૧. તેને તે રોગ જાણે છે એક વાત,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com