________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ ભાઈ! બન્ને વાત સાચી છે. પર્યાયદષ્ટિવાળાને ક્રોધાદિ વિકા૨ પર્યાયદષ્ટિએ પોતાથી થાય છે તે સાચું છે અને દ્રવ્યદૃષ્ટિવંતને પોતાથી શુદ્ધ દ્રવ્યથી થતો નથી તેથી પરથી થાય છે એ વાત પણ સાચી છે. જોર અહીં આ ત્રીજા પદ પર છે કે-‘નવુ સ માઁ માવો'–તે મારો સ્વભાવ નથી; ‘નાળામાવો છુ અદમેળો' હું તો એક જ્ઞાયકભાવ છું. શુદ્ધ જ્ઞાયકમાં વિકાર નથી માટે વિકાર કર્મનો છે. અહાહા...! શું સરસ વાત કરી છે!
હવે ‘માન ’ ‘ પોશનમાં માનો' એમ લેવું એમ કહે છે. મતલબ કે જરીક માન આવે તો જ્ઞાની કહે છે તેનો હું જાણનાર છું, પણ તે મારો સ્વભાવ નથી માટે એ પુદ્દગલનું કાર્ય છે. ભાઈ! આ તો તત્ત્વની ગંભીર વાત! માન પુદ્દગલકર્મરૂપ છે એમ જ્ઞાની જાણે છે.
હવે ‘માયા ’–‘ પોતળમાં માયા' એમ લેવું. મતલબ કે સહેજ માયા આવે તો જ્ઞાની કહે છે તેનો હું જાણનાર છું, પણ તે મારો સ્વભાવ નથી માટે તે પુદ્દગલનું કાર્ય છે. આ નિર્જરા અધિકાર છે ને ? એટલે સુખધામ-આનંદધામ સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ આત્માની દૃષ્ટિના જોરમાં ધર્માત્મા પોતાને કિંચિત્ માયા થાય તેને પુદ્દગલનું કાર્ય જાણીને કાઢી નાખે છે. ગજબ વાત છે ભાઈ !
એવી રીતે ‘પોશલમાં લોમો' એમ ‘લોભ ' લેવું. અહાહા...! વસ્તુ આત્મા અનંતગુણમય છે અને એક એક ગુણની શક્તિ અનંતી છે. પરંતુ એમાં શું કોઈ ગુણ એવો છે કે લોભને કરે ? ના, કોઈ જ નથી. આત્મામાં એક વૈભાવિક શક્તિ છે, પણ એ તો જીવનો ત્રિકાળી નિર્મળ સ્વભાવ છે. એમ નથી કે વૈભાવિક શક્તિના કારણે જીવ વિકાર કરે છે. એ તો ચા૨ દ્રવ્યમાં એવી શક્તિ નથી અને જીવ અને પુદ્ગલમાં જ છે માટે તેને વૈભાવિક એટલે વિશેષ શક્તિ કહી છે. પરંતુ તેથી વિકારરૂપે થવું તે વૈભાવિક શક્તિ એમ નથી. સિદ્ધમાં પણ વૈભાવિક શક્તિ છે. વૈભાવિક શક્તિ તો જીવનો અનાદિઅનંત ગુણ છે. અન્ય દ્રવ્યોમાં તે નથી તેથી તેને વૈભાવિક એટલે વિશેષ ગુણ કહ્યો છે, પણ વિકા૨૫ણે પરિણમે તે વૈભાવિક ગુણ એમ છે જ નહિ. વિકાર તો ૫૨ને આધીન થઈ પરિણમતાં થાય છે, નિર્મળ ગુણને આધીન નહિ.
અહીં કહે છે કે જ્ઞાનીને તેની દશામાં કિંચિત્ લોભ થઈ આવે છે તેને તે કર્મનું કાર્ય છે એમ જાણી તેનો સ્વામી થતો નથી તેથી તે લોભ નિર્જરી જાય છે. ઝીણી વાત છે પ્રભુ! કહે છે–જીવ ઉપયોગસ્વભાવી છે અને કર્મો આઠેય પુદ્દગલમય છે; તે કર્મોના લક્ષેનિમિત્તે જે ભાવ થાય છે તે પણ પુદ્દગલમય છે કેમકે તે ચૈતન્યમય નથી. અરે! આવું દુર્લભ મનુષ્યપણું મળ્યું ને સાચું તત્ત્વ ન જાણું તો મરીને કયાં જઈશ ભાઈ! તારે રહેવું તો અનંત-અનંત કાળ છે. તો કયાં રહીશ પ્રભુ! તું? જો આત્મતત્ત્વની ઓળખ ન કરી તો ઢોર ને નરક-નિગોદાદિમાં જ રહેવાનું થશે. શું થાય? તત્ત્વના અશ્રદ્ધાનનું –અજ્ઞાનનું ફળ જ એવું છે.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com