________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૨૨૦ થી ૨૨૩ ]
[ ૩૯૭ વડે કરાતો નથી એ મૂળ સિદ્ધાંત છે. ભાઈ ! આત્માનો વિકારી કે નિર્વિકારી ભાવ જે વખતે થાય છે તે વખતે પરદ્રવ્ય વડે તે ભાવ (-પરભાવ) કરી શકાય છે એમ છે નહિ. ( આત્માનો ભાવ પરદ્રવ્યની અપેક્ષાએ પરભાવ છે).
ભાઈ ! વસ્તુની સ્થિતિની એવી મર્યાદા છે કે પોતાના ભાવને પોતે કરે પણ પદ્રવ્ય વડે પરદ્રવ્યનો ભાવ કરાય એમ કયારેય ન બને; કેમકે કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યનેબીજા દ્રવ્યનો જે ભાવ છે તેને-કરવાનું નિમિત્ત-કારણ બની શકતું નથી. અહા ! નિમિત્ત પરમાં અકિંચિત્થર છે અર્થાત્ નિમિત્ત પરમાં કાંઈ પણ કરે નહિ. અહા ! જીવ જે કાળે જે ભાવથી પરિણમે છે તે કાળે બીજી ચીજ તે ભાવને કરે કે પલટાવી દે એમ ત્રણકાળમાં બનતું નથી. જુઓ આ મહાસિદ્ધાંત છે !
પ્રશ્ન- નિયતક્રમમાં તો નિયતવાદ થઈ જાય છે!
સમાધાન - એમ નથી; કેમકે સમ્યક નિયતક્રમમાં પાંચ સમવાય આવી જાય છે. અહા! જે સમયે થવાનો પર્યાયનો ક્રમ છે તે ત્રિકાળમાં પલટે નહિ. વસ્તુ સ્થિતિ જ આવી છે ને ભાઈ ! અને એનો યથાર્થ નિર્ણય કોને છે? કે જેની દષ્ટિ અંતરમાં દ્રવ્યસ્વભાવ ઉપર ગઈ છે. અહા ! દ્રવ્યસ્વભાવ-શુદ્ધ એક ચૈતન્યઘનસ્વભાવ ઉપર દષ્ટિ જાય છે ત્યારે તેને પર્યાયમાં પાંચ સમવાયથી કાર્ય થયું એમ યથાર્થ જ્ઞાન થાય છે. અહીં ! દરેકમાં (વિકારી કે નિર્વિકારી પર્યાયમાં દરેકમાં) પાંચે સમવાય હોય છે. જે સમયે જે પર્યાય થાય છે ત્યાં સ્વભાવ છે, પુરુષાર્થ છે, કાળલબ્ધિ છે, તે સમયનો ભાવ-ભવિતવ્ય છે ને યોગ્ય નિમિત્ત પણ છે. સમવાય તો પાંચે એકસાથે હોય જ છે. જે સમયે ચૈતન્યની જે પર્યાય થવાનો કાળ છે તે સમયે તેને અનુકૂળ બહિરંગ નિમિત્ત હોય જ છે, જેમ પાણી (નદીનું) ચાલ્યું જતું હોય તેને બે કાંઠા અનુકૂળ હોય છે તેમ.
પણ નિમિત્ત અનુકૂળ છે ને?
તો અનુકૂળનો અર્થ શું ભાઈ ! કે બે કાંઠા છે, બસ. બાકી પાણી જે ચાલે છે તે પોતાને કારણે ચાલ્યું જાય છે, તે કાંઈ બે કાંઠાને લઈને નહિ.
નદીનો પ્રવાહ બદલાય છે ને?
એ તો પોતાને કારણે બદલાય છે. તે કાળે તેવી પર્યાય થવામાં તેનું જ કારણ છે અને નિમિત્ત-કાંઠા પણ એમ જ અનુકૂળ છે. કાંઠાના કારણે પ્રવાહ બદલાય છે એમ છે નહિ.
પણ કાંઠા બાંધે છે ને?
કોણ બાંધે ? એ તો સૌ પોતપોતાના કારણે હોય છે. નદીનો પ્રવાહ વહ્યો જાય છે તે કાંઈ કાંઠાના કારણે નહિ પ્રવાહ પ્રવાહના કારણે વહે છે ને કાંઠા કાંઠાના કારણે છે;
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com