________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૨૨૦ થી ૨૨૩ ]
[ ૪૦૩ બહુ ભારે વાત ભાઈ ! કે શંખનો કાળાપણારૂપે થવાનો કાળ હોય છે ત્યારે તે પોતે પોતાથી જ કાળો થાય છે, તે પર વડે કાળો થાય છે એમ નહિ. તેમ જ્ઞાનીને પણ જ્યારે પરમાં એકપણારૂપ રસ-રુચિ થાય છે ત્યારે તે કાળે તે પોતે પોતાથી જ અજ્ઞાનપણે પરિણમે છે' પર વા દર્શનમોહને કારણે અજ્ઞાનપણે પરિણમે છે એમ નહિ. અહા ! ગાથામાં કેટલો ખુલાસો છે! છે કે નહિ અંદર? ભાઈ ! આ તો જે અંદરમાં છે એનું સ્પષ્ટીકરણ થાય છે.
આ કાંઈ કલ્પનાની વાત નથી. આ તો જે અંદર છે તેનું સ્પષ્ટીકરણ થાય છે. છતાં કોઈ કહે છે કે તમે ઘરનું કહો છો. કહો તો કહો ભાઈ ! તમે પણ ભગવાન છો બાપુ ! અહા ! એક સમયની ભૂલ છે, બાકી એક સમયની ભૂલ ટળી જાય એવા સામર્થ્યથી યુક્ત તમે પણ ભગવાન છો. ત્રિકાળી આનંદકંદ જ્ઞાનાનંદ પ્રભુ આત્મા તો ભગવાન છે ને! ભલે અત્યારે તેને આ વિરુદ્ધ બેસે પણ પોતાની ભૂલ ટાળશે ત્યારે એક સમયમાં ટાળી દેશે. અહા! ભગવાન જિનેશ્વરદેવનો-વીતરાગદેવનો માર્ગ સમજવો બહુ કઠણ છે. ભાઈ ! પુરુષાર્થવિશેષથી–સ્વભાવસભુખ પુરુષાર્થથી જ પ્રાપ્ત થાય એમ છે. હવે આવો માર્ગ, સ્વ-આશ્રયનો માર્ગ પ્રાપ્ત કર્યા વિના કોઈ વ્રત પાળે ને તપ કરે તો પણ એ બધાં બાળવ્રત ને બાળતપ એટલે કે મૂર્ખાઈ ભર્યા વ્રત ને મૂર્ખાઈ ભર્યા તપ છે.
અહાહા...! કહે છે-જ્ઞાની, જ્ઞાનને છોડીને સ્વયમેવ અજ્ઞાનપણે પરિણમે ત્યારે તેનું જ્ઞાન સ્વયંકૃત અજ્ઞાન થાય. “માટે જ્ઞાનીને જો (બંધ) થાય તો પોતાના જ અપરાધના નિમિત્તે અર્થાત્ પોતે જ અજ્ઞાનપણે પરિણમે ત્યારે) બંધ થાય છે.”
અહા! “પોતાના જ અપરાધના નિમિત્તે” એટલે શું? એટલે કે જ્ઞાનનું અજ્ઞાન થાય છે તે પોતાના અપરાધથી થાય છે. શરીરની ક્રિયા કે ભોગની બાહ્ય ક્રિયા થઈ માટે અપરાધ થાય છે એમ નથી. કેટલું સ્પષ્ટ કર્યું છે! કે પોતે જ અજ્ઞાનપણે પરિણમે ત્યારે બંધ થાય છે. પરમા-વિષયમાં મીઠાશ આવે, રસ આવે એ અજ્ઞાન કૃત પોતાની બુદ્ધિ છે અને એનાથી બંધ થાય છે પણ પરને કારણે બંધ થાય છે એમ નથી એમ કહે છે.
જ્ઞાની શુદ્ધ ચૈતન્યમય પોતાના અબંધ પરિણામનો કર્તા છે, તે બંધભાવનોવિકારનો કર્તા થતો નથી તેથી તેને બંધ થતો નથી. પરંતુ જો જ્ઞાની શુદ્ધ જ્ઞાનસ્વભાવને છોડીને અજ્ઞાનપણે પરિણમે છે તો બંધ થાય છે. અહા ! તેને જો પરમાં મીઠાશ આવી જાય, રસ આવી જાય તો પરમાં એકપણું પામતા તેને સ્વયં જ્ઞાનનું અજ્ઞાન થાય છે અને તેથી તેને બંધ થાય છે, પણ બહારના વિષયો તેને બંધ કરે છે એમ નથી.
અહા ! ભરત ચક્રવર્તીને ૯૬ હજાર સ્ત્રીઓ હતી અને તેનો ભોગ છ લાખ પૂર્વ સુધીનો હતો. એક પૂર્વમાં ૭૦ લાખ પ૬ હજાર કરોડ વર્ષ થાય. આવા છ લાખ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com