________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૫૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ તે મળ્યો નથી એટલે વિરોધ લઈને બેસી જાય છે પણ નયવિવક્ષા સમજે તો સર્વ વિરોધ મટી જાય.
આત્મા (-પર્યાય) શુદ્ધ પર્યાયને વેદે છે. દ્રવ્ય-ગુણને શું વેદે? કેમકે દ્રવ્ય-ગુણ તો સામાન્ય, ધ્રુવ અક્રિય છે. તેથી તો કહ્યું કે જે સામાન્યને સ્પર્શતો નથી એવો શુદ્ધપર્યાય તે આત્મા છે. અહીં તો જે વેદનમાં આવ્યો તે (શુદ્ધપર્યાય) મારો આત્મા છે એમ કહે છે. ઝીણી વાત બાપુ! એના જન્મ-મરણના અંતના મારગ બહુ જુદા છે ભાઈ ! અહા ! તું કોણ છો ને કેવો છો ભાઈ? તું જેવો છો તેવો તે તને જાણ્યો નથી અને બહારની બધી માંડી છે, પણ એથી શું?
સમકિતીની અભેદ એક ચૈતન્યરૂપ આત્મા ઉપર દષ્ટિ હોવાથી તેની પર્યાયમાં અભેદપણે વેધ-વેદક વર્તે છે. અહાહા..શુદ્ધ ચૈતન્યસ્વરૂપના લક્ષે તેને જે નિર્મળ નિરાકુળ આનંદની દશા પ્રગટી તેને વેદનારો ય (પર્યાય) પોતે ને વેદનમાં આવનારી પર્યાય પણ પોતે આવું ઝીણું, અહીં કહે છે-વેદ-વેદક અભેદ હોય છે એવી વસ્તુસ્થિતિના બળથી... , એટલે શું? કે જે વ્યવહારરત્નત્રયના વિકલ્પ છે એના બળથી નહિ પણ અભેદપણે વર્તતા વેધ-વેદકના બળથી સમકિતીને એક જ્ઞાન જ અનુભવમાં આવે છે.
ત્યારે કોઈ કહે છે-વ્યવહારધર્મનો આપ લોપ કરો છો.
તેને કહીએ છીએ-વાત સાચી છે, બાપા! એ તારી વાત સાચી છે, કેમકે વસ્તુમાં વ્યવહાર છે કયાં? અહા ! (વસ્તુમાં) બધા પરાશ્રયી વ્યવહારનો નિષેધ છે. અહીં તો એમ કહેવું છે કે જે વ્યવહારનો વિકલ્પ છે તે વેધ-વેદકમાં આવતો નથી અને તેને (વ્યવહારને) લઈને વેધ-વેદકનો અનુભવ છે એમ નથી. અહા! નિર્મળાનંદનો નાથ અભેદ એક સચ્ચિદાનંદ પ્રભુ આત્મામાં દષ્ટિ અભેદ થતાં પર્યાયમાં નિર્મળ આનંદની દશા પ્રગટ થાય છે અને તેને વેધ-વેદકપણે વેદે છે એનું નામ ધર્મ છે. (વ્યવહારધર્મ તો વેધ-વેદકથી કયાંય ભિન્ન રહી જાય છે). આવી વાત છે!
ત્યારે તે કહે છે-આ તો નિશ્ચય-નિશ્ચય-નિશ્ચય છે?
હા ભાઈ ! નિશ્ચય છે; અને નિશ્ચય એટલે જ સત્ય. ભાઈ ! તું નિશ્ચય કહીને તેની ઠેકડી ન કર પ્રભુ! નિશ્ચયથી દૂર તારી એકાંત માન્યતા તને હેરાન કરશે ભાઈ ! એનું ફળ બહુ આકરું આવશે બાપા! આત્માની તો આ રીત છે ભાઈ ! કે આત્માનો જે અભેદપણે અનુભવ છે તે આત્મા છે. માટે એમાં વ્યવહારથી થાય એમ રહેવા દે પ્રભુ ! વ્યવહાર હો ભલે, પણ એનાથી આત્માનુભવ થાય એ વાત જવા દે ભાઈ ! આ તારા હિતની વાત છે પ્રભુ!
પણ વ્યવહાર સાધન કહ્યું છે ને?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com