________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૨૮ ]
[ ૪૪૫ છે. તેમાં છ બોલથી ભગવાન આત્માને અવ્યક્ત કહ્યો છે. ત્યાં અપેક્ષા બીજી છે. અહીં તો વસ્તુ તરીકે ભગવાન આત્મા વ્યક્ત છે–સકલવ્યક્ત છે–એમ કહે છે. અહાહા... કહે છેમારો લોક શાશ્વત છે, એક અર્થાત્ એકસ્વરૂપે છે તથા સકળ-પ્રગટ છે. “gs:'–આ આખો ધ્રુવ નિત્યાનંદ પ્રભુ આત્મા સકળ-વ્યક્ત અર્થાત્ સર્વકાળે પ્રગટ છે એમ કહે છે. જુઓ! આ ધર્મીની દષ્ટિ!
ત્યાં ૪૯મી ગાથામાં અવ્યક્તના છ બોલ છે ને કે૧. છ દ્રવ્યસ્વરૂપ લોક જ્ઞય છે, વ્યક્તિ છે અને તેનાથી ભગવાન આત્મા ભિન્ન અવ્યક્ત
છે. ત્યાં જ દ્રવ્યો વ્યક્ત છે તેની અપેક્ષાએ (ભિન્ન હોવાથી) અવ્યક્ત કહ્યો છે. પરંતુ
પોતાની અપેક્ષાએ વ્યક્ત-આખો પ્રગટ છે. ૨. કષાયોનો સમૂહ જે ભાવકભાવ વ્યક્ત છે તેનાથી જીવ ભિન્ન છે માટે અવ્યક્ત છે. ૩. ચૈતન્યસામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ અંતર્ગત છે માટે તે અવ્યક્ત છે. ૪. ક્ષણિક વ્યક્તિમાત્ર-પર્યાયની ક્ષણિક વ્યક્તિમાત્ર-નથી માટે ભગવાન આત્મા અવ્યક્ત
છે.
૫. વ્યક્તિ અને અવ્યક્ત એક સાથે પ્રતિભાસવા છતાં ભગવાન આત્મા વ્યક્તને સ્પર્શતો
નથી. શું કહ્યું? કે વ્યક્ત નામ પર્યાય ને અવ્યક્ત નામ દ્રવ્ય-બેયનું જ્ઞાન એક સાથે
થવા છતાં વ્યક્તને દ્રવ્ય અડતું નથી માટે અવ્યક્ત છે. ઝીણી વાત ભાઈ ! ૬. પોતે પોતાથી જ બાહ્યાભ્યતર અનુભવમાં આવવા છતાં વ્યક્ત પ્રતિ તે ઉદાસ છે માટે અવ્યક્ત છે.
અહાહા..! પૂર્ણાનંદસ્વરૂપ પ્રભુ આત્માને ત્યાં ૪૯ મી ગાથામાં અવ્યક્ત કહ્યો છે તેને અહીં વ્યક્ત કહ્યો છે. કોઈ દિ' આવી વાત સાંભળી ન હોય તેને થાય કે-આ તે કવો ઉપદેશ ને કેવી વાત ! ઘડીકમાં અવ્યક્ત ને ઘડીકમાં વ્યક્ત કહો તે કેવી વાત ! અરે ભાઈ ! જ્યાં જે અપેક્ષા હોય તે યથાર્થ સમજવી જોઈએ.
પ્રશ્ન- તો શું તે આખો પ્રગટ છે?
સમાધાન - હા; તે આખો પ્રગટ છે. વસ્તુ છે ને? ભગવાન આત્મા ચૈતન્યબિંબ પ્રભુ જ્ઞાન ને આનંદનું ધામ-ગોદામ ત્રિકાળ એક વસ્તુ છે. એમાં એક એક એમ અનંત શક્તિઓ છે, અને એક એક શક્તિનું-ગુણનું અપરિમિત અનંત અનંત સામર્થ્ય છે. આવો વજય ભગવાન આત્મા એકરૂપ ધ્રુવ કોઈ દિ' હુલે નહિ–પરિણમે નહિ એવો એક, શાશ્વત એને સકળ-વ્યક્ત અહીં કહ્યો છે. જ્ઞાનમાં પ્રત્યક્ષ વ્યક્ત છે ને? તેથી અહીં સકળ-વ્યક્ત કહ્યો છે. ત્યાં ૪૯ મી ગાથામાં અવ્યક્ત કહ્યો છે તે બીજી અપેક્ષાએ છે. ભાઈ ! જ્યાં જે અપેક્ષા હોય તે યથાર્થ જાણવી જોઈએ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com