________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૭૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ સાંભળી આવે કે-આ કરો ને તે કરો એટલે ધર્મ થઈ જશે, પણ બાપુ! એમ ને એમ જિંદગી એળે જશે. અહીં તો કહે છે-સ્વરૂપલીનતા કરવા સિવાય બીજો કોઈ માર્ગ જ નથી.
જેમ જેને દૂધપાકનો સ્વાદ આવ્યો તેને જુવારના રોટલાનો સ્વાદ ઊડી જાય છે. તેમ ધર્મીને કે જેને અનાકુળ આનંદનો સ્વાદ આવ્યો તેને આકુળતારૂપ રાગનો રસ ઊડી જાય છે. તેથી તે લિસ થતો નથી.
કેમ લિસ થતો નથી ?
કારણ કે સર્વ પદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે રાગ તેના ત્યાગરૂપ સ્વભાવપણું જ્ઞાનીને છે. અહાહા...! જ્ઞાનીને રાગના અભાવસ્વભાવપણું છે. વસ્તુ આત્મા રાગના અભાવસ્વભાવપણે છે અને જ્ઞાનીને પણ રાગના અભાવસ્વભાવપણું છે. ઓહ...! ! આ તો ગજબ ટીકા છે! સંતો જગતને કરુણા કરીને માર્ગ બતાવે છે. પ્રભુ! એક વાર સાંભળ તો ખરો! આ મનુષ્યપણું તો જોત જોતામાં ચાલ્યું જશે; પછી કયાં મુકામ કરીશ ભાઈ ! બહારમાં તને કોઈ શરણ નથી હોં; અતીન્દ્રિય આનંદનો નાથ ભગવાન આત્મા જ એક શરણ છે.
આ બધા શેઠિયાઓ, રાજાઓ ને દેવો-બધા દુઃખી છે. કેમ ? કેમકે તેઓ બહારની ચમકમાં–વૈભવની ચમકમાં ગુંચાઈ ગયા છે, રોકાઈ ગયા છે. તથા કોઈ અજ્ઞાની વ્રતાદિ પાળે તોપણ તે દુ:ખી છે કેમકે તે શુભરાગના પાશમાં-પ્રેમમાં ગુંચાઈ ગયો છે. કર્મનિત સામગ્રીને અને શુભરાગને તેઓ પોતાના માને છે ને? તેથી રાગની મધ્યમાં ને સામગ્રીની મધ્યમાં પડેલા તેઓ બંધાય છે; જ્યારે ધર્મી બંધાતો નથી? કેમકે ધર્મીને તો રાગના અભાવસ્વભાવરૂપ સ્વભાવપણું છે. અહાહા...! નિજાનંદરસના સ્વભાવવાળો ધર્મી રાગના ત્યાગસ્વભાવરૂપ સ્વભાવવાળો છે એમ કહીને અહીં અસ્તિનાસ્તિ કર્યું છે. અહો ! શું અદ્દભુત ચમત્કારિક શૈલી છે! આવી વાત બીજે કયાંય છે નહિ.
અહીં શું કહેવું છે? કે ભગવાન આત્મા રાગના ત્યાગસ્વભાવરૂપ પ્રભુ જ્ઞાનાનંદસ્વભાવ છે. એટલે કે વ્યવહા૨રત્નત્રયના રાગના પણ અભાવસ્વભાવરૂપ આત્મા છે. એમ છે કે નહિ? તો પ્રભુ! જેનો સ્વભાવ રાગના અભાવસ્વભાવરૂપ છે તેને વ્યવહા૨૨ત્નત્રયથી કેમ લાભ થાય ? ન થાય. એમ છે છતાં ભગવાન! આ તું શું કરે છે? વ્યવહારથી–રાગથી લાભ થાય એવી ઊંધી માન્યતાથી તને નુકશાન છે હોં. તારા હિતની વાત તો અહીં આ સંતો કહે છે તે છે.
અહા ! દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, પંચ મહાવ્રતનો રાગ કે શાસ્ત્ર ભણવાનો રાગ-ઇત્યાદિ સર્વ રાગના અભાવસ્વભાવરૂપ આત્મા છે. અને આનંદરસના રસિયા જ્ઞાનીને
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com