________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮૬ ]
યન રત્નાકર ભાગ-૭ પોતાનું માનવું તે મોટું નુકશાન છે, પણ ધર્મીને તો તેવી માન્યતા છે નહિ. મારગ જુદા છે બાપા! ઝાઝા જડના સંયોગ છે માટે જ્ઞાનીને તે બંધનું કારણ થાય એમ છે નહિ અને કોઈને (-અજ્ઞાનીને) ઓછા સંયોગ છે માટે બંધ ઓછો છે એમ પણ છે નહિ.
નિશ્ચયથી તો પૂર્ણાનંદના નાથ પ્રભુ આત્મામાં નિર્મળ પર્યાયની ઉત્પત્તિ થવી તે સંયોગ છે અને પર્વની પર્યાયનો વ્યય થયો તે વિયોગ છે. ધર્મીને આવો સંયોગ વિયોગ હોય છે. શું કીધું એ ? પંચાસ્તિકાયની ૧૮ મી ગાથામાં આવે છે કે વસ્તુ જે નિત્યાનંદ પ્રભુ આત્મા છે તેને જે સમ્યગ્દર્શન-જ્ઞાનની પર્યાય થાય તે સંયોગ છે અને પૂર્વની પર્યાયનો નાશ થયો તે વિયોગ છે. ભાઈ ! આ સંયોગ ને વિયોગ તેની પોતાની પર્યાયમાં છે, પણ બહારના સંયોગ વિયોગ જ્ઞાનીને ક્યાં છે? બહારની ચીજ તો પરદ્રવ્ય છે.
અહીં કહે છે-આ કર્મ, શરીર, લક્ષ્મી, કુટુંબ આદિ જે પરદ્રવ્ય છે તે પરદ્રવ્યને કારણે આત્માને અજ્ઞાન કે બંધન થાય એમ છે નહિ. પોતાને પૂર્વે જે અજ્ઞાન હતું તે કાંઈ પરને લઈને ન હોતુ. પોતે જ પરથી ને રાગથી એકતાબુદ્ધિ કરી હતી અને તેથી અજ્ઞાન હતું અને હવે સ્વદ્રવ્યના લક્ષે અજ્ઞાન ટાળીને જ્ઞાન કર્યું તો તે જ્ઞાનમય પરિણમનને કોઈ પદ્રવ્ય અજ્ઞાનરૂપ કરી દે એમ છે નહિ. ચક્રવર્તીને ઝાઝી રાણીઓ છે ને ઇન્દ્રને ઝાઝી ઇન્દ્રાણીઓ છે તેથી તે પરદ્રવ્ય તેની જ્ઞાનમય પરિણતિને નુકશાન કરી દે એમ નથી. ભાઈ ! આ તો તત્ત્વદષ્ટિની વાત છે. જેને અંતરમાં પોતાનું શુદ્ધ અંત:તત્ત્વ અનુભવાયું છે તેની દશામાં હવે પરદ્રવ્ય (સંયોગી પદાર્થ) થોડા હો કે ઝાઝા હો, તેઓ જ્ઞાનને અજ્ઞાન કરી શકતા નથી, કેમકે સ્વદ્રવ્યને પરદ્રવ્ય તો અડતું ય નથી.
હવે કહે છે-“આમ હોવાથી અહીં જ્ઞાનીને કહ્યું છે કે તને પરના અપરાધથી બંધ થતો નથી તેથી તે ઉપભોગને ભોગવ.'
અહીં ઉપભોગને ભોગવ” એમ કહ્યું છે પરંતુ શું કોઈ ધર્માત્મા ભોગવવાનું કહે? ના કહે. તો શું આશય છે? ભાઈ ! અહીં તો પરદ્રવ્યના કારણે તને અપરાધ થતો નથી એમ દઢ કરવું છે, એમ કે આ ધનાદિ વૈભવ ને ઘણી સ્ત્રીઓ ઇત્યાદિ ઝાઝો સંયોગ છે તો હો, તે સંયોગો તારામાં કયાં છે કે તે તને નુકશાન કરે? થોડા કે ઝાઝા સંયોગમાં તારું જરી લક્ષ જાય ને વિકલ્પ થાય એ જુદી વાત છે બાકી તે થોડા કે ઝાઝા સંયોગો છે તે તને અજ્ઞાન કરી નાખે વા તારા પરિણમનને બદલાવી નાખે એમ છે નહિ. ભાઈ ! આ તો વીતરાગના સિદ્ધાંત છે બાપા! સમકિતી ચક્રવર્તી બાહ્ય વૈભવના ઢગલા વચ્ચે હોય તેથી તે બહારના વૈભવના કારણે તેના જ્ઞાનનું અજ્ઞાન થઈ જાય એમ છે નહિ. તથા કોઈને બહારના સર્વ સંયોગો છૂટી ગયા હોય, બહારથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com