________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૯૭ ]
[ પ૭ અનુભવ કરવા માટે જ્ઞાની આ સ્વ છે અને આ પર છે એવો ભેદ પરમાર્થ જાણીને સ્વમાં રહે છે અને પરથી વિરમે છે, અર્થાત્ જ્ઞાની રાગથી ખસે છે અને સ્વભાવમાં વસે છે.
એક તો આવું સાંભળવા મળે નહિ અને કદાચિત સાંભળવા મળે તો અજ્ઞાની વિરોધ કરે છે. પણ ભાઈ ! કોનો વિરોધ કરે છે ભગવાન! તું? તને ખબર નથી ભાઈ ! પણ વીતરાગ માર્ગ જ આવો છે; વસ્તુનું સ્વરૂપ જ આવું છે કે જ્યાં સ્વનું ગ્રહણ હોય છે. ત્યાં જ રાગનો-પરનો ત્યાગ હોય છે. તું વ્રતાદિને વ્યવહાર કહે છે પણ અજ્ઞાનીને કયાં વ્યવહાર હોય છે? એ તો સ્વરૂપના અનુભવનારા જ્ઞાનીને જે કિંચિત્ સહકારી વ્રતાદિનો રાગ હોય છે તેને વ્યવહાર કહીએ છીએ. વસ્તુ તો આ રીતે છે, પણ અજ્ઞાનીને તેની પકડમાં મોટો દષ્ટિ ફેર થઈ ગયો હોય છે. (તે વ્રતાદિને જ ધર્મ માને છે ).
અહાહા...! “સ્વરૂપનું ગ્રહણ અને પરનો ત્યાગ કરવાની વિધિ વડે...' કેવું ટૂંકું અને ઊંચું પરમાર્થ સત્ય! જેમ સક્કરકંદ એકલી સાકરનો કંદ છે તેમ ભગવાન આત્મા પૂર્ણાનંદસ્વરૂપ પ્રભુ એકલા અતીન્દ્રિય આનંદનો કંદ છે. તેનું ગ્રહણ કરતાં તેમાંથી આનંદની અને શાંતિની પરિણતિ ઉત્પન્ન થાય છે; તે કાંઈ વ્યવહારરત્નત્રયના રાગને લઈને થાય છે એમ નથી; રાગનો તો એમાં (યથાસંભવ) ત્યાગ થઈ જાય છે. આવું સ્વરૂપ છે. ભાગ્ય હોય એના કાને પડે એવી વાત છે અને અંતરમાં જાગ્રત થઈ પુરુષાર્થ કરે એ તો ન્યાલ થઈ જાય એવી આ ચીજ છે. જ્યાં રાગથી ખસીને અંદર વળે કે તરત જ ધર્મ થાય છે. અહો ! સ્વરૂપ ગ્રહણનો આ અદ્દભુત અલૌકિક માર્ગ છે! પણ શું થાય? વર્તમાનમાં અજ્ઞાનીઓએ માર્ગને પીંખી નાખ્યો છે! અરે ! જે માર્ગ નથી તેને તેઓ માર્ગ કહે છે!
પ્રશ્ન- તો મોક્ષમાર્ગ પ્રકાશકમાં એમ આવે છે કે-ઉદય તીવ્ર હોય ત્યારે જીવ ધર્મ ન કરી શકે ને ઉદય મંદ હોય ત્યારે તેને અવકાશ છે?
ઉત્તર- હા, પણ એનો અર્થ શું? એનો અર્થ એ થયો કે જ્યારે જીવને તીવ્ર કષાયના પરિણામ થાય છે ત્યારે તો તેને ધર્મોપદેશ સાંભળવાની પણ લાયકાત હોતી નથી, પછી ધર્મ પામવાની તો વાત જ કયાં રહી ? અને જ્યારે મંદકષાય હોય ત્યારે પુરુષાર્થ કરે તો અવકાશ છે. પણ તેથી શું તે કર્મને (ઉદયને) લઈને છે? ના, એમ નથી. (એમ કહેવું એ તો નિમિત્તનું કથન છે ).
ગાથા ૧૩ માં બે બોલ આવે છે ને? કે આસ્રવ થવા યોગ્ય અને આસ્રવ કરનારએ બન્ને આસ્રવ છે. ત્યાં પુણ્ય-પાપના ભાવપણે થવા યોગ્ય એ પોતાની પર્યાય છે અને તેમાં આસ્રવ કરનાર એટલે દ્રવ્યાન્સવનું-કર્મનું નિમિત્ત છે. આસ્રવ થવા યોગ્ય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com