________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૨૨૦ થી ૨૨૩ ]
[ ૪૦૭
છે તે રાગરસનો સ્વાદ અજ્ઞાની લે છે. અહા! મૂઢ અજ્ઞાની જીવ, વિષય-વાસનાનો જે રાગ ઉત્પન્ન થાય છે તેને ભોગવે છે, પણ શરીરનો કે પૈસાનો ભોગવટો ત્રણકાળમાં એને છે નહિ. આ મૈસૂબ, માવો ને માખણનો ભોગવટો એને છે નહિ, કેમકે એ તો બધા ભિન્ન જડ પદાર્થો છે. પણ આ બધા ‘ઠીક છે' એવા રાગને મૂઢ અજ્ઞાની ભોગવે છે. મૂઢ અજ્ઞાની કેમ કહ્યો ? કેમકે એ ભોગવે છે રાગને અને માને છે કે હું જડ વિષયોને ભોગવું છું. આવી વાત છે.
અજ્ઞાનીને અનાદિથી રાગનો-ઝેરનો સ્વાદ છે. એમાં (રાગમાં) તે મૂઢ થઈને અનંતકાળથી ચાર ગતિમાં રખડયા કરે છે. અહા! અનાદિથી તે દુઃખના-રખડવાના પંથે છે. પણ જ્યારે તેને અંદર અતીન્દ્રિય આનંદની ખાણ ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્માની દૃષ્ટિ થાય છે ત્યારે તેને નિર્મળ અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. આ અતીન્દ્રિય આનંદનો સ્વાદ તે આત્માના આનંદનો સ્વાદ છે ને તે એકલા અમૃતનો સ્વાદ છે. આવો નિરાકુળ આનંદનો સ્વાદ જેને આવ્યો તે ધર્માત્મા છે અને તેને, અહીં કહે છે. વિષયોમાં સુખબુદ્ધિ હોય નહિ; હું વિષયો ભોગવું એવો ભોગવવાનો રસ હોય નહિ–એમ કહે છે.
કોઈને વળી થાય કે ભગવાનના માર્ગમાં તો છ કાયના જીવોની દયા કરવી, વ્રત કરવા, ઉપવાસાદિ તપ કરવાં ઇત્યાદિ તો હોય છે પણ આ તે કેવો મારગ ?
ભાઈ ! તું કહે છે એ તો બધાં થોથાં છે, કેમકે દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ જે શુભભાવ છે તેનાથી પુણ્ય બંધાય છે, પણ ધર્મ ન થાય. ધર્મ તો એક વીતરાગભાવ છે.
અહાહા...! કહે છે-હૈ જ્ઞાની! તારે કદી કોઈ કર્મ કરવું યોગ્ય નથી અર્થાત્ રાગ કરવા લાયક છે એમ માનીને રાગ ક૨વાનો તને હોય નહિ.
હવે કહે છે-“ તથાપિ’ તોપણ ‘યવિ રચ્યતે' જો તું એમ કહે છે કે ‘પરં મે નાતુ
:
ન, મુંક્ષે’ “ ૫૨દ્રવ્ય મારું તો કદી નથી અને હું તેને ભોગવું છું”, ‘મો: વુમુત્ત્ત: વ અસિ’ તો તને કહેવામાં આવે છે (અર્થાત્ અમે કહીએ છીએ ) કે હૈ ભાઈ, તું ખોટી (-ખરાબ ) રીતે જ ભોગવનાર છે;
અહાહા...! આ શરીર તો જડ માંસ-હાડકાંનું પોટલું છે, અજીવ છે; સ્ત્રીનું શરીર પણ જડ માટી-ધૂળ છે તથા પૈસા પણ જડ માટી-ધૂળ છે. તો, તું એમ કહે કે એ પરદ્રવ્ય મારું કદી નથી અને વળી તું કહે છે કે હું પરદ્રવ્યને ભોગવું છું તો એ કય ાંથી આવ્યું ભાઈ? આકરી વાત બાપા! વીતરાગનો મારગ બહુ આકરો છે, લોકોએ જૈનધર્મને અન્યધર્મ જેવો માની લીધો છે. વીતરાગ પરમેશ્વરે કહેલો માર્ગ જાણે લુસ થઈ ગયો છે.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com