________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૩ર ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ જ્ઞાનના પડખે ગયો છે. તેની દષ્ટિ પરમાંથી ખસીને સ્વમાં ગઈ છે. જ્યારે અજ્ઞાનીની તો દિષ્ટિ જ પર ઉપર છે. આવી વાત બહુ ઝીણી બાપા !
એ તો પ્રવચનસાર (ગાથા ૨૩૬ ) માં ન આવ્યું? શું? કે કાયા ને કષાયને પોતાના માનનારો બાહ્યમાં છકાયની હિંસા જરાય ન કરતો હોય તોપણ તે છકાયની હિંસાનો કરનારો છે. ભગવાન આત્મા સ્વભાવથી કાયારહિત અકાય ને કષાયરહિત અકષાયી છે. હવે આવા સ્વભાવને છોડીને જે કાયા ને કષાયને પોતાનાં માને છે તે બહારથી ભલે નગ્ન દિગંબર સાધુ હોય તથા બહારથી છકાયની હિંસા ન કરતો હોય તોપણ તે હિંસાનો કરનાર છે, આત્મઘાતી છે. જ્યારે ધર્મી આત્માના જ્ઞાન ને આનંદના અનુભવમાંથી ખસતો નથી તેથી કદાચિત્ રાગની ક્રિયા તેને થઈ જાય છે તો પણ તેને અંતરની નિર્મળતા છૂટતી નથી. તેથી તેના-જ્ઞાનીના પરિણામ નિરંતર ઉજ્વળ છે. આવો વીતરાગનો મારગ બહુ સૂક્ષ્મ ભાઈ !
કહે છે ને કે “પકડ પકડમે ફેર હૈ' બિલાડી ઉંદરને મોઢામાં પકડે છે અને પોતાના બચ્ચાને પણ મોઢામાં પકડે છે, પણ “પકડ પકડમેં ફેર હૈ;' બહારથી તો એકસરખી લાગે પણ બેય પકડમાં ફેર છે. (એકમાં હિંસાનો ભાવ છે, બીજામાં રક્ષાનો ભાવ છે). તેમ જ્ઞાનીને, આમ બહારથી દેખાય છે કે તેને રાગ છે, પણ રાગની પકડ નથી; જ્યારે અજ્ઞાનીને રાગની પકડ છે-આ ફેર છે.
અહાહા..! કહે છે-“અંતરંગ મિથ્યાત્વના અભાવથી તથા યથાસંભવ કષાયના અભાવથી તેમના પરિણામ ઉજ્વળ છે. તે ઉજ્વળતાને તેઓ (-જ્ઞાનીઓ) જ જાણે છે, મિથ્યાષ્ટિઓ તે ઉજ્વળતાને જાણતા નથી.' અહા! મિથ્યાષ્ટિની દષ્ટિ તો બહાર છે, બહારની ક્રિયા પર છે. તે બહારની ક્રિયાથી ધર્મીનું માપ કાઢે છે અને તેથી કોઈ અજ્ઞાની બહારની ક્રિયા બરાબર કરતો હોય તો તેને તે જ્ઞાની માને છે અને કોઈ જ્ઞાની જરીક ભોગાદિની ક્રિયામાં હોય તો તેને તે અજ્ઞાની માની લે છે. આ પ્રમાણે અજ્ઞાની જ્ઞાનીના અંતરની ઉજ્વળતાને જાણતો નથી; પોતાને ઉજ્વળતા થયા વિના તે ઉજ્વળતાને કેવી રીતે જાણે? એ તો સમ્યગ્દર્શનનો કોઈ અચિંત્ય મહિમા છે કે સમ્યગ્દષ્ટિ જીવ જ્ઞાનીઓની અંત:
ઉજ્વળતાને જાણે છે. જ્ઞાની જ જ્ઞાનીઓની અંતરની ઉજ્વળતાને જાણે છે. અહો સમ્યગ્દર્શન! અહો ! અંત: ઉજ્વળતા !!
હવે કહે છે-“મિથ્યાદષ્ટિ તો બહિરાત્મા છે, બહારથી જ ભલું બૂરું માને છે; અંતરાત્માની ગતિ બહિરાત્મા શું જાણે?”
મિથ્યાદષ્ટિ બહિરાત્મા છે. એટલે શું? કે તેને બહારની ચીજની પકડ છે તે બહારથી–બહારની ક્રિયાથી જોનારો છે. તે અંદર કયાં ગયો છે કે તે અંતરાત્માની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com