________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ પૂર્ણાનંદસ્વરૂપ પ્રભુ આત્માને જાણવો-અનુભવવો તે જ્ઞાન અને રાગનો ત્યાગ કરવો તે વૈરાગ્ય છે. ત્રિકાળ અસ્તિનું જ્ઞાન અને રાગ પ્રતિ વૈરાગ્ય-ઉદાસીનતા-ત્યાગ-આ રીતે જ્ઞાન ને વૈરાગ્ય બેય શક્તિ ધર્મીને હોય છે-એમ સિદ્ધ થયું. શું કહ્યું? કે પોતાનો જે ધ્રુવ ગાયકસ્વભાવી, વીતરાગસ્વભાવી આત્મા તેને ધર્મી ગ્રહે છે અને પોતાના વસ્તુત્વને-જ્ઞાનાનંદસ્વભાવને વિસ્તાર છે અને રાગનો અભાવ કરે છે. આ રીતે જ્ઞાની જ્ઞાનવૈરાગ્યશક્તિથી સંપન્ન હોય છે. ૧૦૦ મી ગાથામાં રાગનો કર્તા નથી, નિમિત્તેય નથી એમ આવ્યું હતું અને આ ૨૦૦ મી ગાથામાં જ્ઞાની જ્ઞાનવૈરાગ્યશક્તિ સંપન્ન હોય છે એમ આવ્યું.
* ગાથા ૨00: ભાવાર્થ ઉપરનું પ્રવચન * “જ્યારે પોતાને તો જ્ઞાયકભાવસ્વરૂપ સુખમય જાણે અને કર્મના ઉદયથી થયેલા ભાવોને આકુળતારૂપ દુઃખમય જાણે ત્યારે જ્ઞાનરૂપ રહેવું અને પરભાવોથી વિરાગતા –એ બને અવશ્ય હોય જ છે.”
જોયું? બે ગુણ લીધા છે. ભગવાન આત્મા જ્ઞાયકસ્વભાવરૂપ અને અતીન્દ્રિય આનંદમય-સુખમય છે. જ્ઞાની પોતાને આવો જાણે છે, અનુભવે છે, અને કર્મના ઉદયથી થયેલા ભાવોને આકુળતારૂપ દુઃખમય જાણે છે. પંડિત શ્રી જયચંદજીએ આ ટૂંકું કરીને કહ્યું. આ પંચમહાવ્રત આદિ જે વિકલ્પો થાય તેને જ્ઞાની દુઃખમય-ધગધગતી ભટ્ટી જેવા આતાપકારી જાણે છે, ગજબ વાત છે પ્રભુ! હુઢાલામાં કહ્યું છે ને કે
“મુનિવ્રત ધાર અનંત વાર ગ્રીવક ઉપજાયો,
પૈ નિજ આતમજ્ઞાન વિના સુખ લેસ ન પાયો.” આ જીવે મુનિવ્રત અનંતવાર ધાર્યા અને પાળ્યાં. પણ એ તો રાગ-આસ્રવ હતો, દુઃખમય ભાવ હતો. એમાં સુખ કયાં હતું તે પ્રાપ્ત થાય ? કહ્યું ને કે “સુખ લેસ ન પાયો –અર્થાત્ દુઃખ જ પાયો. ભાઈ ! કર્મના ઉદયનિત ભાવો દુઃખમય જ હોય છે અને જ્ઞાની તેને દુઃખમય જ જાણે છે.
તેથી કહે છે કે-જ્ઞાનીને, જ્ઞાનરૂપ રહેવું ને પરભાવોથી વિરાગતા-એ બન્ને સાથે અવશ્ય હોય જ છે. બાપુ! આ તો ધીરાનાં કામ, અજબ-ગજબનાં ભાઈ ! નિજતત્ત્વઆત્મતત્ત્વ સદા જ્ઞાનમય અને સુખમય સ્વભાવરૂપ છે. તેને જાણતો-અનુભવતો જ્ઞાની રાગના અભાવ વડે વીતરાગતાને વિસ્તારે છે. લ્યો, આ ધર્મ અને આવો ધર્મી! પરંતુ રાગને (વ્યવહારને) કરે અને રાગને વિસ્તારે તે ધર્મી નથી. ગજબ વાત છે ભાઈ ! લોકોને તો બહારમાં-પુણ્યભાવરૂપ ક્રિયાકાંડમાં ધર્મ મનાવવો છે. પણ બાપુ! આમ ને આમ જિંદગી એળે જશે, કાંઈક દયા, દાનના-પુણ્યના ભાવ કર્યા હશે તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com