________________
વતી બનાવજે. આરીતે ઠીક ઠીક ભલામણું કરીને શેઠશ્રી કઈ કાર્યાર્થે બહાર ગયા. આ તરફ શેઠાણીના અંતરમાં ગરમાગરમ એરંડીયું તેલ રેડાયું હોય તેમ સમસમી ઉઠયાં. અરે! આ બલા મારે આંગણે ન જોઈએ. ચાલો એવી ચીમકી બતાવી દઉ કે આ લોકો અહિંથી ઉભી પૂછડીએ ભાગે. જમાનાનાં ખાધેલાં શેઠાણીએ પોતાને મન ઘડંત પ્લાન તૈયાર કર્યો શેઠાણીએ બરાબર પાંચ તાવીથાઓ. ગરમાગરમ કરવા માટે ચૂલામાં નાંખ્યા. પછીથી શેઠાણી હવા બેસી ગઈ. એક તરફ બેઠેલા મહેમાનોએ કારણ પૂછયું અરે શેઠાણી એકાએક તમને શું થયું ! કહે તે ખરા? અરે મારા ભાઈએ કંઈજ કહેવા જેવું નથી. મને તમારા ઉપર ખુબજ દયા આવી ગઈ કે મારે આંગણે આવેલા મારી માના જણ્યા ભાઈઓની કેવી અવદશા થશે ! આ માટે મારાથી રડી જવાયું ! અરે પણ શેઠાણ આમાં અમને સમજ પડી નથી. જે હેય તે સ્પષ્ટ ગુજરાતી ભાષામાં બેલે. અમને સમજ પડે. શેઠાણી બેલી ઉઠયાં કે શેઠ મને કહેતા ગયા છે કે આ મહેમાને ને માટે પાંચ તાવીથા ગરમાગરમ કરી રાખજે. જમાડ્યા પછી તે લોકોને ડામ દેવાના છે. એટલે તો આ તાવતાઓ ગરમ કરવા માટે મૂકેલા છે. બેલો હવે મને રડવું આવે કે ન આવે ! આ સાંભળીને ત્યાં બેઠેલા મહેમાને જીવ લઈને નાઠા, પાછું વાળીને જૂએ તે બીજા. આ લકે માંડ માંડ છૂટકારાને દમ ખેંચતા નાશી છૂટયા. પાછળથી તુરતજ શેઠ શ્રી પધાર્યા