________________
૧૮૫
ખરેખર મદિરાપાન એ તેના જીવનને મુખ્ય વ્યવસાય થઈ પડેલે હતે. વ્યસનને વશ વર્તી માણસ એક રીતિએ પરાધીનતાના પીંજરામાં પૂરાયેલો જ રહે છે.
કયારેક સ્વયં વસવાટ કરતા બંગલામાં એકાએક ગાબડું પડ્યું અને શીધ્રાતિશીધ્ર એક કુશલ કારીગરને બેલાવવામાં આવ્યું, અને કહેવામાં આવ્યું કે તમારે આજે ને આજે આ ગાબડું પૂરવાનું છે. સમજયાને? જવાબમાં કારીગરે કહ્યું કે આજે તે હું વચનથી બીજે બંધાયેલેછું માટે આવતી કાલે આવીશ સ્વરૂપચંદભાઈ કહે ખરેખર તું કાલે આવીશ? ફેરફાર તે નહિ જ થાય ને? તું ફરી જાય તે નહિ ચાલે કારીગરે વખતે સુંદર અને સચોટ જવાબ આપે અરે શેઠ! શું આપ મને દારુડીયો માની બેઠા છે? હું દારૂ નથી પીતે કે બેલીને ફરી જાઉં કે ભૂલી જાઉ બસ આટલું બેલીને કારીગર તે રસ્તે પડયે પરન્ત કારીગરના આ શબ્દોએ સ્વરુપચંદના હૃદયને હચમચાવી નાંખ્યું અંતર વલેવાઈ ગયું કાળજું વધાઈ ગયું. સ્વરૂપચંદ વિચારી રહ્યો છે. કે અરે ! દારુડીયાની આટલી હલકી છાપ અરે શું કારીગ. રથી પણ હું ઉતરતી કક્ષાને શું એક વ્યસનને કારણે માનવ આટલા નીચા દરજજાને ગણાય છે. બસ સ્વરૂપચંદ ભાઈએ માનસિક નિર્ણય ફરી લીધે. “આજથી જ હરામ છે ! દારૂ પીવે કે કૂતરાનું સૂર પીવું બેઉ બરાબર છે.