________________
૨૨૯
એવં પુસ્તકે કેટલું ભગીરથ કાર્ય કરતાં હોય છે. ચાલે આગળ વધે આપણા શાસ્ત્રોમાં મૂર્તિ પૂજાની પાછળ ફલ પામેલાઓના અનેક દાખલાઓ શાસ્ત્ર સિદ્ધાન્તના પાના પર કંડારાયેલા છે.
પ્રભુની પુષ્પ પૂજાની પાછળ મગ્ન થયેલા નાગકેતુને કેવલજ્ઞાનને દીવડો પ્રગટાવવામાં પુષ્પ પૂજા જ નિમિત્ત બની હતી અનાર્ય દેશમાં રહેનાર આ કુમારને જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત કરાવનાર મૂર્તિનાં દર્શન છે મૂર્તિ કે પુસ્તક જડ હોવા છતાં આપણને મહદ્ અંશે ઉપગી છે. રજોહરણ મુહુપતિ સાધુવેષ આ બધું જ જડ માનીને આપણે તે તે પદાર્થોની ઉપેક્ષા કરીશું તે કેમ ચાલશે ? બાજુપર મૂકવાથી વ્યવહાર ચાલશે ખરે? ગઈ કાલની કુમારિકાને ગત રાત્રીમાંજ લગ્ન મંડપમાં પત્ની પદની પ્રતિષ્ઠા કરવામાં આવી હોય તેને આજે કુમારિકા કહી શકાશે નહિ અખંડ સૌભાગ્ય વાળી કહેવાશે તિર્થંકરની હાજરીમાં પણ તેઓની મૂર્તિની પૂજા થતી હતી તે એમની ગેરહાજરીમાં મૂર્તિ પૂજા કરવી અનિવાર્ય છે.
શિવાય તીર્થંકર પરમાત્મા સમવસરણમાં પૂર્વ દિશા સન્મુખ બેસીને ઉદબોધન કરતા હોય છે. અન્ય અન્ય દિશાઓમાં પ્રતિબિંબ સ્થાપિત કરતા હોય છે. તે તે પૂજનીય ખરા કે કેમ ! આજના ફેટોગ્રાફી યુગમાં જ્યાં દર સેન્કડે સેંકડો ફોટાઓ પડતા હોય છે. આપણે આપણા ફેટાને આપણે માનીએ છીએ બીજાઓ પાસે મનાવવા માટે જેર શેરથી પ્રાણવાન પ્રયત્ન કરીએ છીએ દર્પણમાં