________________
૨૬૯
પરિપાલન કરે પરંતુ કેટલાક માણસેનાં કર્તવ્ય એવાં હોય તે જે તમને મર્તવ્ય રૂપ નીવડે ટુંકાણમાં કર્તવ્ય ભર્તવ્ય. અને મર્તવ્ય આ ત્રણ શબ્દો ઉપર લક્ષ વધુ ને વધુ.. કેન્દ્રિત થાય. આ ત્રણ શબ્દોને કયારેય પણ ભૂલતાં નહિ આ ત્રણ શબ્દને સમન્વય કરશે તે ઘણું જાણી શકશે.
(૧૦૩) કઈ પણ શુભ કાર્ય અંગે કરવામાં આવતી માયા પણ પ્રાણીને ગબડાવી દે છે. તે પછી નર્યા સ્વાર્થને પહોંચી વળવા માટે કરવામાં આવતી માયા માનવને અધઃપતનની. અધોગતિમાં ઘસડી જાય છે.
પૂર્વ જન્મના બારામાં ભરતજી તથા બાહુબલજીના જીવ મુનિ ભગવતેને આંતરિક અને હાર્દિક સેવા આપી રહ્યા હતા જ્યારે બ્રાહ્મી અને સુંદરીના જ અભ્યાસમાં વધુ સમય વીતાવતા હતા પરંતુ શાસ્ત્રીય સૂચનાનુસાર સંયમી જીવનમાં હંમેશાં પ્રથમ મંગલાચરણમાં ગુરૂઓની આજ્ઞાનું પરિપાલન કરવું જોઈએ. તત્પશ્ચાત ગુરુઓ તેમજ વડીલોની સેવા કરવામાં સાવધાની અને ત્રીજી બાબતમાં અધ્યયન આ પણ બાબતમાં વધુ મહત્વ આજ્ઞાનું છે. એ નિર્વિવાદ છે જે સમયે જે હવા ચાલતી હોય તેની પ્રશંસા હોય છે. ભેજનના વિષયમાં રસેઈયાની વૈયાવચ્ચ થાય, સેવાના બારામાં સેવા કરનારા સાધુ મુનિની તારીફી હોય એ સ્વાભાવિક છે. ગુરૂભગવંત સેવા યજ્ઞમાં ઝુકાવનારા સાધુઓને ગુણાનુવાદ કસ્તા કરતા કહી રહ્યા છે કે આખા