________________
૨૭૮
કયાં છે? જ્યારે આ સમર્થ શક્તિશાલી મહાત્મા પુરૂષ આવું અધમાધમ અઘટિત કાર્ય કરી શકે બસ ? પરંતુ આ ભક્તની કસોટી થઈ રહી છે. સવારના સાત વાગે અલ્પાહાર કરીને ગયેલો બાલક જ્યારે બાર વાગ્યા સુધી ગુહાગણે ન આવે ત્યારે તેના પિતા બાલકની શોધમાં નિકળી પડે છે.
મહાત્માના પગલે પગલે આગળ ચાલ્યા જાય છે. ત્યાં એક તરફ ખીણમાં તેજ બાલકનું શબ પડેલું જોવામાં આવ્યું હતું. ઘડીભરને માટે તેના અંતરમાં ભારે આંચકે જરૂર આવ્યું હતું. કિન્તુ ઈશ્વરીય લીલા છે એમ માનીને તે મનમાં ને મનમાં સમાધાન મેળવી લે છે. નિઃશંક છે કે આ કૃત્ય મહાત્માપુરુષનું છે. તથાપિ આ બ્રાહ્મણના અંતરમાં જરાય અભાવ નથી. દિલમાં જરા સરખાય વ નથી. મનમાં જરાય મુંઝવણ નથી. બાલકના શબ ઉપર રહ્યા સહ્યા અલંકાર લઈને આ બ્રાહ્મણ ભાઈ આગળ વધી રહેલા મહાત્માની સામે જઈ પહોંચે છે. નમસ્કાર કરીને વિનંતિ કરી રહ્યો છે કે તે બાલકનાં બાકી રહેલા : પણે પણ સહર્ષ સ્વીકારે, અમ જીવન ધન્ય ધન્ય બની જશે. જ્યારે પાછા ફરે છે ત્યારે અંતરના ઉલ્લાસ પૂર્વક હાર્દિક વિનંતિ કરી હતી કે પુનઃ આપ મારા ગૃહાંગણે પધારી લાભ આપી અમી વરસાવવા મહેરબાની કરશોજી. આ બ્રાહ્મણ ભાઈને એકને એક પુત્ર માત્ર નવ વર્ષને માસુમ બાલક સમજી લ્ય ખીલતું પુષ્પ આજે ખરી જાય