________________
વાહ કેવું સારૂં. પાણીનું દાન કરનારને સુખ અને સૌભાગ્ય સાંપડે છે. ત્યારે પાણીનું દાન કરવામાં કે કોઈપણ નાના મોટા પ્રાણુને પાણી પીવડાવવામાં કયાંદામ બેસે છે. ચાલે આપણે આજથી જ કેઈપણને પાણી પીવડાવવાના શ્રી ગણેશાય નમઃ કરીએ. અનાજનું દાન કરવાનું કામ માલદાર કે કલદારનું કામ છે. પરંતુ પાણીમાં ક્યાં પૈસા બેસે છે.
આ બેસોને પીએ પાણી ત્રણે વસ્તુ મતની આણું” આ કહેવત અનુસાર કેઈને પણ આવકાર આપવામાં કે પાણીને ખ્યાલ પકડાવવામાં કયાં પૈસા લાગવાના હતા. આ ડેશીમાએ પાણી પીવડાવવાના મંગલાચરણ માંડયા.
એક દિવસ આ ડોશીમા કૂવા ઉપર પાણી ભરવા ગયાં ત્યાં એક તરસે તરફડતું વાછરડું આવી ચડયું. ડેશીમાએ વિચાર્યું આયડીયા લગાવ્યા કે નકકી આ વાછરડું તરસ્યું થયું લાગે છે. તે સિવાય કુવા તરફ શા માટે આવે? ડોશીમાએ કલ્પના કરી કે આપણે પાણી તેને પીવડાવીએ પણ વધારે કે ઓછાની આપણને શું માલુમ પડે? માટે આ વાછરડાને કૂવામાં જ મૂકી દેવામાં આવે. અપની ઈચ્છાનુસાર રૂચિ મુજબ પાણી પી લેશે. આ યુક્તિ બીલકુલ બરાબર છે ! પરંતુ કૂવામાં તે વાછરડાનું શું થશે શું પરિણામ આવશે તે આ બુઢીયા જડ બુદ્ધિના કારણે સમજી ન શકી માટે ધર્મની પ્રગતિ કે અપ્રગતિને મુખ્ય મદાર માનવની બુદ્ધિ ઉપર જ નિર્ભર છે.