________________
ર૭૭
અને અંતરમાં આરામ છે. આવા ઉજવલ આદર્શને અપનાવનારા ઈન્સાનને કસેટીમાં લસોટી લેવાને લાવો કયારેક કુદરત લેતી રહે છે. તદનુસાર આ સદ્દગૃહસ્થ શ્રીમાનને કડક અને કઠોર તપશ્ચર્યા કરવાને કારે કાલ આવી રહ્યો છે. કિતુ આ બ્રાહ્મણ શંભુનાથ છે. ધીર વીર અને ગંભીર છે. આ મહાત્માના ગૌરવથી ગષ્ટિ બનેલે બ્રાહ્મણ કેટલે વરિષ્ટ છે તેનું માપ તમે સ્વયં નિકાલી શકશો. આ તરફ ભર જંગલમાં ગુલાબના ગોટા જેવા અને કુસુમની કલિમા જેવા આ ગભરૂ બાલકને ગળું દબાવીને ખતમ કરવામાં આવે છે. સાથે રહેલા આ મહાત્મા અલંકારે લઈને ધીમે પગલે આગળ જઈ રહ્યા છે અને બાલકના શબને ખીણમાં ફેકી દેવામાં આવે છે.
મહાત્મા નિઃશંક આગળ ચાલ્યા જાય છે. વાંચક સમજી શકે છે. કે વાવઃ સર્વત્ર પિતા આ સૂત્રાનુસાર પાપી મનુષ્યનાં પગલાં હંમેશાં હાથી પગલા જેવાં થઈ જાય છે. પાપી માનવે એ પગલાં આગળ જાય ત્યાં ચાર પગલાં પાછળ પડે. વિચારે આ કઈ રીતિએ બને? કિન્તુ આ ઘટના તે એક ઈશ્વરી લીલારૂપે છે. એટલે જેને લોકે ઇશ્વરી લીલાના નામે સમાધાન કરી લેતા હોય છે. વાસ્તવિક તે આ તમામ કર્મ લીલા છે. “પામવી મુશ્કેલ છે. અજબ લીલા કર્મરાજની માયા મધુર જાદુ ભરેલી મહામાના અવતારની દૈત્ય કે દાનવ પણ મખમલ જેવા મુલાચમ બાલકને જતું કરે તો પછી માનવ માટે પ્રશ્ન