________________
૨૮૨
તેનાં લગ્ન થયાં. નવવધુનાં પનેતા પગલાં પડયાં કે તુરતજ સાસુજીને લેઢાના પાયે પતી બેસી ગઈ હતી. નવ પરિણાતા યુવતીને સાસુજી ગમતી ન હતી. તેણીએ પિતાના પતિ સામે અલગ થવાની આઠ હાથની અરજ રજુ કરી.
ધણું જ્યારે જ્યારે બહારથી આવી પહોંચે કે તરતજ તેની સાથે આ બાયડી બાંગ પિકારતી રહે, કયારેક તે આંખમાંથી અશ્રુધારા ધરતીપર છોડવા બેસી જાય. કિન્તુ યુવક પિતાની માતાને માતૃભવ માની બેઠેલા હતે. બાલ્યકાળથી જ માતૃભવ આ સૂત્રને આત્મસાત કરેલું.
તેને માતાની છાયા છોડવી કેમ ગમે? ધીરે ધીરે ધણી જ્યારે બહાર જાય ત્યારે તેણીએ આ વૃદ્ધાને ગાળો ભાંડવી કે કનડગત કરવી શરૂ કરી દીધી? તેટલામાં તેણીને ઘણી આવી પહોંચે અને દીવાલને એથે રહીને દેવીનાં દેદાર જેતે રહ્યો. પોતાની જનેતા ઉપર અણછાજતા આક્ષેપ અને આક્રમણે જેઈ સાંભળીને તેના અંતરમાં ભારે આંચકે આવ્યું હતું. પરન્તુ ધડાકો કરે તેને પસંદ નહિ હતે. કેમકે ધણી ધીમાન હતે સમજુ અને શાણે હતેા શુઝ અને સજજન હતે. ધીમે અવાજે સાસુ વહુને સમજાવે છે. ઘરને અવાજ બહાર નહિ જ જોઈએ.
તે રીતે નિષ્પક્ષપાતના માધ્યમથી સમજાવી રહ્યો છે.કલેશ. કંકાસ અને કીડીયારીથી મહાલક્ષમીની મહેર અને લીલાલહેરના બદલે કાળો કેર થશે માટે સમજીને ચાલે.