________________
૨૬૭
રમતે શરૂ થઈ ચૂકી. આંધળા માણસને પગલે પગલે લાકડી અને ચાકડીની જરૂર પડે જ પડે સાસુ બરાડા પાડે તેય સાંભળેજ કેણ? વહુ બહુજ કકળાટના અંતે છણકા કરતી લાવી આપે. સાસુ બિચારી દુઃખી દુઃખી થઈ ગઈ છે. કઈ ઉપાય રહ્યો નથી. સતામણીની હદ જ્યારે આવવા લાગી ત્યારે સાસુએ પુત્રવધૂને કહ્યું તું મને હંમેશાં શા માટે દુઃખી કરે છે શા માટે સતાવે છે? તેના જવાબમાં પુત્રવધૂ એકાએક બેલી ઉઠી કે લોકો મારફત સાંભળવામાં આવ્યું છે કે તમે તમારી સાસુને ઘણું જ દુઃખી કર્યા હતા તમે તમારી જાતે અમને રસ્તો બતાવ્યો છે માટે હું પણ તે રસ્તે ચાલી રહી છું. આ સત્ય બીના સાંભળીને સાસુજીએ કહ્યું તારી વાત વળી તદન સાચી છે. મેં મારી સાસુને ઘણી બૂરી રીતિએ રંજાડ્યા હતા તેથી મારા જ કરેલાં કર્મ આજે હું ભેગવી રહી છું.
એમાં જરાય ખોટું નથી, નથી ને નથી. પરન્તુ તું આજે તારી સગી આંખે જોઈ રહી છું હું આજે મારા ક્ય કર્મ ભેગવી રહી છું તેમ તારે પણ પછીથી ભેગવવાં પડશે જ ને ? એ વાત કેમ ભૂલી જાય છે ! તારે પણ વારે તે આવવાને જ ને? વાર પછી વારેજ આવે એ જ કુદરતને ન્યાય છે. મારી આ અવદશા જોઈને તું કેમ સમજતી નથી, આજે હું આંધળી થઈ બેઠી છું એક તો અબલા અને તેમાય આંધળાને અવતાર તેને માટે ઘર એ ઘર નથી પણ નરકાગાર છે. અરે મને પૂછે તો નરક સારૂ