________________
પૂજન કરીને આવી પહેચું છું. તમે સુખે સમાધિએ શજમહેલ તરફ જાવ. આ છેલ્લા નિર્ણય અનુસાર ચન્દ્રહાસ રાજમહેલ તરફ જાય છે. અને પ્રધાન પુત્ર ચન્દ્રહાસને પિશાક પહેરી હાથમાં પૂજનને થાળ લઈને કુલદેવીના મન્દિરે જઈ પહોંચે છે. ત્યાં પૂર્વ સંકેત અનુસાર મારા તુરતજ ઉડાવી દે છે. આ પ્રમાણે તેનું મેત કેના ઉપર ફેરવાઈ ગયું. આ છે કર્મની અગમ લીલા કોણ કળી શકે ! માણસ જાત બીજાનું નુકશાન કરવા ચાહે તો પરિણામે તેનું જ નુકશાન થતું હોય છે.
જેવી કરે છે કરણી તેવી તુરત ફલે છે. બદલે ભલા બૂરાને અહિંને અહિં મલે છે
(૧૨) આ વાર્તામાં તમને પુત્રવધૂની વાત અંશે રેગ્ય જણાશે જ્યારે સાસુનું કથન મહદંશે ઉચિત સમજાશે એવી ઘટના છે. એક નવ વધૂ પરણીને સાસરે આવી. છે. ઘરમાં માત્ર તેણીને પતિ અને વૃદ્ધા સાસુ હતી. આ ઘરડી સાસુ અંધ પણ હતી. પુત્રવધૂને સાસુજી પ્રત્યે સદ્ભાવ હતે. એગ્ય સેવા આપીને સાસુજીને સંતુષ્ટ રાખતી હતી. સમય જતા લોકોની વાત સાંભળીને નવવધુનો સાસુજી પ્રત્યેને સદ્ભાવ ઠપ થતું ગયે. ધીમે ધીમે સાસુને સતાવવા લાગી. કયારેક સાસુની લાકડી ગૂમ કરી દે. ડોશીમા જ્યારે બૂમ પાડે ત્યારે સૂનમૂન થઈને સાંભળ્યા કરે. કયારેક તે ચાકડી છૂપાવી દે, ચેન કેન સાસુને રંજાડવાની મેલી