________________
અર્થાત અધિકારોના અસંખ્ય પ્રકારે છે. તે પીકી જેને જ્યાં છે અને જેટલે અધિકાર હોય તે તે મુજબ અધિકારીને આવકારે એ પ્રત્યેક સ્ત્રી અને પુરૂષની ફરજ છે. ધાર્મિક સામાજીક કે કૌટુમ્બિક જે જે ફરજ તમારા ઉપર લાદવામાં આવી હોય તદનુસાર ફરજને અમલમાં મૂકવી એ તમારું કર્તવ્ય છે. ભૂલશે નહિ. ફરજ એ એક જાતનું કરજ છે એમ સમજીને ક્તવ્ય નિષ્ઠ બને સાથે સાથે જ્યાં જાવ ત્યાં સાત્વિક્તાની છાયામાં બેસે અને તમારા સાથીદારેને બેસતા કરે. પછી અરાજક્તાની આધી આપઆપ અવનિમાંથી ઉભી પૂંછડીયે ભાગશે. કેમ આ વાત બરાબર સમજાય છે ને ! વાર. સમજાય છે તે તેને અમલી બનાવવાં કમ્મર કસે. અમર થઈ જશે.
આપણાં શાસ્ત્રો આપણને વારે વારે સાવધાનીને સૂર આપી રહેલા હોય છે. હંમેશાં ખાડો ખોદે તે જ પડે એ એક સનાતન સિદ્ધાન્ત છે. હાથના કર્યા હૈયે વાગે એ નિશંક છે. આ કહેવતને માન્યતા આપવાને માટે કેઈન પણ શપથવિધિ કરાવવાની આવશ્યક્તા ઉભી થતી નથી. ભક્ત ચન્દ્રહાસ મતના કાવતરામાંથી કઈ રીતિએ બધી જાય છે તે આ વૃત્તાંત વાંચવાથી માલુમ પડશે. બાલક ચન્દ્રહાસને ખતમ કરવા માટે મારા એકલવામાં આવ્યા. તેઓ જંગલમાં ઉપાડી ગયા. કિન્તુ આ બાલકને ખતમ કરવામાં તેમના કાંડા અને કાળજીપે છે. હાથ અને હેયાં હચમચે છે.