________________
૨૪૯ જાય છે. જ્યારે અંતર પલટો લે છે પછી રાજ અને તાજને તૃણવત્ સમજીને ત્યાગી દે છે આ રીતિએ સુલતાન શંભુની શેાધમાં વને વન વિચરે છે. જંગલે જંગલ જઈ પહોંચે અરણ્ય અરણ્યમાં આથડે છે આખરે ઉચિત જગ્યાએ બેસીને સમાધિસ્થ થાય છે. અને સ્વયં ખુદાનાં દર્શન પામે છે. હમેશાં ખ્યાલ કરે ખુદમાંથી ખુદા થવાય છે. અને જન માંથી જનાર્દન થવાય છે. તે આ સુલતાનની રૂપરેખા ‘ઉપરથી સમજાય છે.
ભજનભાવ કે જાપ જપ મંત્ર માલાની પાછળ માત્ર ગણતરીનું મહત્વ નથી જ મન મથુરામાં અને દીલ દ્વાર કામાં આ રીતે કરવામાં આવતે જાપ જપ સિદ્ધિકર નથી નીવડત ઉંડા ચીંતન અને ગહન મનની અતિ આવયક્તા ઉભેલી જ રહે છે. જાપમાં મનનું માપ નીકલે છે ખરેખર જાપમા એ અદ્દભૂત શક્તિ છે, જે મનનું મારણ છે જાપ એ મનની મુંઝવણને મહાત કરી શકે છે. કોઈ એક મહાત્માની સમીપે દૂર દૂરથી ભજનિકો આવીને ઉપસ્થિત થયા અને ગુરૂદેવની પાસે પિત પિતાના કાયમિક જાપ જપ અને ભજનનું સરવૈયું સંભળાવવા લાગ્યા કોઈએ હજાર કેઈએ દશ હજાર તે કોઈએ એક લાખ વાર હરિના જાપ કર્યાની જાહેરાત કરી. હાજર થયેલા ભક્ત જનેમાં એક વૃદ્ધા ડેશીમા પણ હતા. તેઓએ ક્યા કૂટયા શબ્દોમાં રહ્યું કે હું તદ્દન અભણુ છું મને