________________
૫૦
ગણતરી આવડતી નથી છતાં હું હંમેશા સવાશેર હરિનું નામ લઉ છું. સવાશેર હરિનામ સ્મરણ એવં જાપને કઈ રીતિએ તળતાં હશે સૌ ભજનિકે આ નવાંજ સમાચાર સાંબળીને હસવા લાગ્યા ત્યારે આ ડેશીમાએ સમજ આપી કે હું હંમેશાં સવાશેર જુવાર તળીને બેસું છું એકવાર જાપ કરી એક દાણો બીજી ટોપલીમાં નાંખું છું જ્યારે આ ટોપલી તદ્દન ખાલી થઈ જાય ત્યારે જાણું છું કે આજે સવાશેર ભજન થયું. આ જાતની વૃદ્ધાની સચોટ સદ્દભાવના પર સૌને ગૌરવ આવ્યું આ રીતિએ જાપ જપ મંત્ર માલા તમારા આંતરિક ભાવના ઊપર આધારિત છે. ખરેખર દુનિયાની અનિત્ય અસ્થિર અને આસુરી માયાથી અલિપ્ત અને અલગ રહેનારા ઈન્સાને જ હાર્દિક ભજન ભાવ અને મંત્રમાલા ગણી શકે છે. પલ પલ યહાં રહના તુજકે દુનિયા મુસાફીર ખાના હૈ. તું કરેલે ભલાઈ છેડ ઠકુરાઈ સાથમેં કયા લે જાના હૈ દ દિનકી જીન્દગાની દો ઘડીકા મૌજ છે દો ઘડીકે લીયે તુને કીતની ઉઠાયા બોજ હે
સત્ય પ્રેમમાં સ્વર્ગ વસે છે. ઉર્વશી રંભા નૃત્ય કરે છે. સત્ય અને હાર્દિક પ્રેમને પ્રભાવ અને ખે છે. સત્ય પ્રેમમાં સ્વાર્થની ગંધ સરીખીયે હોતી નથી. સત્ય, પ્રેમ અને આંતરિક સ્નેહ સદભાવવાળો માણસ સ્વાર્થના છીછરા. કુંડાળામાં રહી મેલી રમત રમવાનું પસંદ કરતે નથી જ