________________
૨૮૮ સુલતાન ! નાદાન હું નથી પણ આપજ છે? મારી નરિ નફટાઈની માફક તમે પણ ખુદાને મેળવવા માટે અહિં મળી રહ્યા છે. પરંતુ તમે રાજ્ય રમ અને રામાના - રવાડે ચડેલા છે ત્યાં સુધી ખુદાનું સાનિધ્ય સંપાદન કરી
શકાય જ કેમ? જ્યાં સુધી આવા આલીશાન મહેલમાં રેશમની પથારી પર આળેટી રહ્યા છે.
સંસારની માયાના બંધનમાં જ્યાં સુધી જકડાએલા છે ત્યાં સુધી પીયુમીલન થઈ શકે નહિ થઈ રહેલી આવી આકાશ વાણી સુલતાને ધ્યાનપૂર્વક સાંભળી ત્યાં તેમનું હૈયું હાલી ઉઠયું કાળજામાં કંપન થવા લાગ્યું ત્યાં વિચાર ધારાએ પલટો લીધે.
સુલતાનને આત્મા સફળે સજાગ થયે તેને એમ લાગી આવ્યું કે માયાના મેવાડી બંધનોમાં રહીને ખૂદાને કેમ મલી શકાય ખુદાને મેળવવા માટે તે લેખંડી બંધ નેને તોડીને ખુદાની લયમાં મન જોડી દેવું જોઈએ તેજ ખુદા ખાવિંદને મેળવી શકાય. આ વિચારોના વમળમાં ગોથાં ખાઈ રહેલા રાજવીએ રજની અજંપામાં વીતાવી વહેલી સવારે બંદગી વિગેરેથી નિવૃત્ત થઈને પિતાના પુત્રને રાજ તાજ સોંપીને શાહી પોષાકમાં તે ચાલી નીકળે નિજને જંગલમાં ચાલ્યા જાય છે. માર્ગમાં એક આહી. રને પોતાને બાદશાહી પિોષાક આપી દેવામાં આવે છે. આહીર જવાહર બને છે. અને આહીરનાં ચીથરેહાલ જેવાં વસ્ત્રો સહર્ષ સ્વીકારીને ખુદાની શોધમાં આગળ ચાલે