________________
૨૫૫
માટે દિવસમાં પાંચ પચાશ વાર રામનું નામ લેવા માટે સૂચના કરી હતી. તે માટે કબીરજીને માલુમ પડતાં જ ‘ઉપાલંભ આપ્યો હતો તે એટલા માટેજ કે રામનું નામ તે એક વખત પણ બસ છે. પાંચ પચાશ વખત શા માટે ! આવું બેલીને તે તારા કુલની કુન્દન જેવી કીતિને કલંક્તિ કરી છે. અરે કમાલ તું આ શું ધમાલ મચાવી રહ્યો કે અરે રામનું નામ એક વખત લેવા માત્રથી કામ કેમ ન થાય? અહિં રચનાત્મક પ્રગ કબીર કમાલને કરી બતાવે છે.
(૯૮) આપણાં પવિત્ર શાસ્ત્રો પડકાર કરી રહ્યાં છે કે અગર દાન જ દેવાની હાર્દિક ભાવના હોય તો દાન દેવામાં વિલંબ નહિ કર જોઈએ.
દાન જ્ઞાન કે ધ્યાનમાં વિલંબ કર સમુચિત નથી વિલંબ કે વાયદા કરવાને કાયદે આપણે ત્યાં નથી. આપણે ત્યાં તે તુરત દાન મહાકલ્યાણ દાન દેવાની તમારી તમન્ના હોય તે જમણા હાથે દાન દઈ દે. તમારે ડાબે હાથ પણ ન જાણે દેવામાં આવતું દાન અવાજ સહન કરી શકતું નથી. એટલે કે ગુપ્ત દાનની મહત્તા વધુ છે. એક વખત રાજા કર્ણ હજામત કરાવી રહ્યા હતા. ત્યાં શ્રી ભગવાન યાચકનું રૂપ લઈને દાન લેવાના ઈરાદાએ આવી ચડયા છે. યાચકની માગણને અવાજ સાંભળતાં જ રાજા કર્ણના હાથમાં રહેલે સેનાનો લોટ તુરત જ વિના વિલંબ દાનમાં આપી દે છે.