________________
૨૫૩
બેઘડીની મેજ કરવા માટે ગયા નહિ હતા, કેવળ સેવા યજ્ઞમાં ઝુકાવવા માટે જ તેમને પ્રવાસ હતે.
રાજમહેલના બાદશાહી સુખને તૃણવત ત્યાગીને ઉર્વશી જેવી ઉર્મિલાની ઉષ્મા ત્યજીને વૈભવ વિલાસ કે ટેસ્ટ તેફાનને તરછોડીને એકાએક લક્ષમણુજી પિતાના પિતા તુલ્ય ગણાતા જયેષ્ઠ બંધુ તેમજ માતા તુલ્ય મનાતી. સતી સીતાજીની સેવા માટે જ નિકળી પડયા હતા સુંવાળા. સુખ જેની શોધમાં છે તેજ શ્રીમાન લક્ષમણુજી વન્ય દુબેને વધાવવા કમ્મર કસે છે અને જતી વખતે પિતાની પ્રિયતમાને પડકાર કરતા જાય છે તારે તારા સાસુ સસરાની સેવા કરીને તેમને જીવંત આશિર્વાદ મેળવવાને છે. કેવલ સાસુ સસરાની સેવા કાજે પતિ વિયેગને હસ્તે મુખડે વધાવી લે છે. આ છે પત્નીવ્રતને આદર્શ આજની, કેટલીક છેલ છબીલી થઈને ફરનારી બહેને અપનાવવા. જે છે.
હંમેશાં સાચો પ્રેમ દુઃખ સુખના સરવાળા કરવા માગતું નથી. આ સૂત્ર દરેક ભાઈ બહેનો એ પિતાના. દિલની દીવાલ ઉપર કંડારવાની જરૂર છે. રાજા દુષ્યન્ત શકુન્તલાને અસ્વીકાર કર્યો પણ શાણી શકુન્તલા દુષ્યન્તને ભૂલી નથી. પોતાના પ્રિયતમ પ્રતિ અપની ફરજ બજાવતી રહે છે. જ્યારે આજે કેટલાક પતિ પત્ની વચ્ચે. ભયંકર ઘર્ષણે ચાલી રહેલાં હોય છે. પરિણામે તેમને સંસાર સ્વગીય બનવાને બદલે સળગી રહેલો હોય છે..