________________
૨૩૪
શ્રીમાનનું ઘર આવે છે. આ શ્રીમાન પણ ઘનાઢય અને મૂડીવાદી છે.
આ ચોર ત્યાં ચોરી કરવા જાય છે. આવા ચોરેને બારણું ખોલવાની કે તોડવાની જરૂર રહેતી નથી. તોતીંગ. દીવાલો અને ભયંકર કિલ્લાઓને ઉલંઘવા એ આ ચોરને માટે નહિવત્ છે. ઘરમાં શેઠ શેઠાણી પોત પોતાની જગ્યાએ સૂતેલા છે. એક શય્યામાં શયન કરવું એ ધાર્મિક અને વિજ્ઞાનથી વિરૂદ્ધ છે. શેઠ શેઠાણી પૃથક શયામાં સૂતેલાં. છે આ ચોર ધીમે પગલે શેઠાણીના પલંગ પાસે આવી રહ્યો છે. ધીમા પગલાંનો પણ અવાજ સાંભળીને શેઠાણ. સજાગ થાય છે. તન્દ્રામાં પડેલાં શેઠાણીના મહેમાંથી “અરે ભાઈ” આટલો જ શબ્દ સરી પડે છે અરે ભાઈ! આ શબ્દોએ ચોરના અન્તરમાં જાદુઈ અસર ઉપજાવી ચોરને એમ થયું કે આ શેઠાણી મારી બહેન અને હું તેનો ભાઈ થયો, બસ હવે અહિં ચોરી કરાય જ નહિ શેઠાણીના મોંમાંથી નીકળેલા એ...ભાઈ” આ શબ્દોએ. ચોરના ચિત્તમાં ચિન્તનની ચીનગારી ચાંપી ચોર ચિન્તન કરી રહ્યો છે. આ શેઠાણીએ મને ભાઈ તરીકે બીરદાવ્યું માટે આજથી હું તેને ભાઈ અને તે મારી બહેન મારે બહેનને આપીને જવું જોઈએ. ખીસ્સામાં હાથ નાખે છે. ઝવેરાતનું પડીકું મલી આવે છે. તેજ પડીકું પિતાની બહેનની પાસે મૂકીને ચાલત થાય છે. જોઈ લો વાંચી ત્યે, વિચારી , આ ચોર આવ્યું હતું શા માટે ! આવ્યું હતું મેળવવા માટે અને મૂકીને જાય છે. ચોરની.