________________
. ૨૭
અને મારું કામ થાય. સત્ય વસ્તુને છૂપાવવી એ એક ગૂન્હ છે. સત્ય જોખમાય નહિ અને જૂઠને જેમ ન મલે તે રીતિએ વર્તન કરવામાંજ માનવની વડાઈ અને વીરતા છે. આ કલાકાર કેટલે નીતિમાન અને પ્રામાણિક છે તેનું અહિં માપ નીકળી આવશે. ચિત્રકાર મહારાજાની સંગીન અને રંગીન છબી તૈયાર કરીને દરબારમાં મહારાજાની સામે હાજર થાય છે. વસ્ત્રાવરણ દૂર કરીને ચિત્રને ખૂલ્લું કરવામાં આવે છે. ચિત્રને જોતાં જ મહારાજાનું દીલ ડેલી ઉઠે છે. ભલભલાનાં નત મસ્તક થઈ જાય છે. છબીમાં મહારાજાને શિકાર કરતાં બતાવ્યા હતા. હાથમાં બંદૂક હતી અને તે માત્ર એક જ આંખથી બંદૂક ઉપર નિશાન લઈ રહ્યા હતા કેમ કે નિશાન લેતી વખતે એકજ આંખને ઉપગ કરવામાં આવે છે. મહારાજા કલાકારની બુદ્ધિ મત્તા ઉપર ખુશ ખુશાલ થઈ જાય છે. સાથે સાથે અપના ગળાને લાખેણે હાર ઉપહાર કરે છે. ખરેખર આ ચિત્રકાર કલાકાર નહિ પણ કલાકાન્ત કહી શકાય.
મૂર્તિનાં દર્શન પૂજન કે અર્ચન અસ્થાને નથી જ જડ વસ્તુ પણ જીવનમાં કેટલું જોમ અને જુસ જગાવે છે. ઘડી ભર ગુસ્સો પણ ગાયબ થઈ જાય છે. • આપણું જીવન લગભગ જડની સાથે જ સંકળાયેલું
છે. સમજી લે જડના સહારા વિના ઘડી ભર પણ ચાલશે 'નહિ જડને સહારે અનિવાર્ય છે આવશ્યક છે જીવનના એકે એક વ્યવહારના સંચાલનમાં જડ પદાર્થો મુખ્ય